- વિદ્યાર્થિનીઓને વિવિધ રીતે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેના વિવિધ પંચ શીખવાડાય છે
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા (બપોર)માં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 'ગુજરાત વાડોકાઇ કરાટે દો એસોસિએશન' દ્વારા ધોરણ 6થી 8ની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે કરાટે શીખવવામાં આવી રહ્યા છે. જેમાં સોમવારથી શુક્રવાર સુધી દરરોજનો એક કલાક એમ કુલ 36 કલાક પ્રમાણે વિદ્યાર્થીઓની પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે એ અંતર્ગત અભિષેકભાઇ દ્વારા વિદ્યાર્થીનીઓને કરાટે શીખવવામાં આવે છે. જે અંતર્ગત વિદ્યાર્થિનીઓને વિવિધ રીતે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેના વિવિધ પંચ શીખવવામાં આવે છે અને વિદ્યાર્થીનીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક શીખે છે.