વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના તરસાલી-મકરપુરા વિસ્તારના દક્ષિણ ઝોનમાં આવેલ મશીયા કાંસ પાસે આશરે રૂપિયા 2 કરોડના ખર્ચે નવી લાઇબ્રેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગેની માહિતી એવી છે કે, વડોદરા મહાનગર પાલિકા દ્વારા દક્ષિણ ઝોન માંજલપુર તથા તેની આસપાસના વિસ્તારના રહીશોને વાંચવાની સુવિધા મળી રહે તે હેતુસર દક્ષિણ ઝોનમાં આવેલ મશીયા કાંસ પાસે નવી ડ્રિસ્ટ્રીક્ટ લાયબ્રેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામ અંગે પ્રોફેશનલ ટેક્ષની ગ્રાન્ટ વર્ષ 2023- 24માંથી કરવામાં આવશે.
આ લાયબ્રેરી બનાવવાનાં કામમાં ગ્રાઉન્ડ ફલોર ઓફિસ, એન્ટ્રી, ફોયર, કોટર્યાડ, જનરલ રીડીંગ રુમ, ઇ-લાઈબ્રેરી, સીટીંગ, મેગેઝીન, ન્યુઝપેપર રીડીંગ રૂમ, ટી, કોફી કાઉન્ટર, લેડીઝ તથા જેન્ટસ માટે વોશરૂમ, ડ્રીકીગ રૂમ, આઉટ ડોર સીટીંગ, ચીલડ્રન પ્લે એરીયા, ગાર્ડન, ટુ-વ્હીલર પાર્કિંગ તથા સીક્યુરીટી કેબિનની સુવિધા સહનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સિવિલ કામનાં નેટ અંદાજીત રકમ રૂપિયા 1,92,42,335 માટે ભાવપત્રની પ્રિ-કવોલીફિકેશન કંડીશન મુજબ ચકાસણી કરતા બંને ઈજારદાર ક્વોલીફાય થયેલ છે. જેમાં સૌથી ઓછા ભાવ ભરનાર ઈજારદાર દિવ્ય શક્તિ કન્સ્ટ્રકશન કંપનીએ અંદાજીત રકમથી 1.55 ટકા વધુ મુજબ કામ કરવા સંમતિ દર્શાવી છે.