માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા સમાન પેન્શન સમાન હક્કની માંગ સાથે કલેક્ટરને આવેદન

ગુજરાત માજી સૈનિક સંગઠનનો સંઘ સૈનિકોને ન્યાય માટે લડત આપી રહ્યાં છે

MailVadodara.com - Petition-by-Ex-Serviceman-Seva-Foundation-to-the-Collector-demanding-equal-pension-and-equal-rights


માજી સૈનિક સેવા ફાઉન્ડેશન (ગુજરાત રાજ્ય) દ્વારા એક સમાન પેન્સન માટેની રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત માજી સૈનિક સંગઠનનો સંઘ લાંબા સમયથી સૈનિકોને ન્યાય માટે લડત આપી રહ્યાં છે. દેશ આઝાદ થયો ત્યારથી સૈનિકો સાથે સતત ભેદભાવ અને અન્યાય થઈ રહ્યો છે, જે હજુ પણ ચાલુ છે. આ ભેદભાવ વિરુદ્ધ ભૂતપૂર્વ સૈનિકો વતી 20 ફેબ્રુઆરી 2023થી જંતર-મંતર દિલ્હી ખાતે અનિશ્ચિત સમય માટે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જંતર-મંતર પર ચાલી રહેલા અનિશ્ચિત સમયના વિરોધ પ્રદર્શનને માજી સૈનિક સેવા ફાઉન્ડેશન સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે અને તમામ માધ્યમથી સમર્થન આપવાની જાહેરાત કરી છે અને દિલ્હી જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન માટે સંગઠનને જે પણ ફરજ સોંપવામાં આવશે. અમે તે સૂચનાઓને સ્વીકારીશે અને રાજ્યમાં તેના પર કામ કરશે. સાથે જ કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં હતી કે, સૈનિકોની માંગણીઓ, જે એકદમ વાજબી છે, તેના પર વહેલીતકે વિચાર કરવામાં આવે (ડિમાન્ડ કોપી આ સાથે) જો કેન્દ્ર સરકાર સૈનિકોની માંગણી ન સ્વીકારે, તો પછી સૈનિકો સાથે ચર્ચા કર્યા પછી તમામ રાજ્યોના જવાનોને સંસદને ઘેરવાનો કાર્યક્રમ કરવાની ફરજ પડશે. જે બાદ કોઈપણ તંગ પરિસ્થિતિ સર્જાવાની જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે. તમામ માજી સૈનિકોને એક સમાન પેન્સન આપવાની માંગ સાથે આજરોજ વડોદરા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.


Share :

Leave a Comments