જન્મ મરણ અને લગ્નની નોંધણી માટે 5 ઓગસ્ટથી લોકોએ માંજલપુર જવું પડશે, અનેકને મુશ્કેલી પડશે

નવાપુરા સ્થિત સરદાર માર્કેટની બિલ્ડિંગ જર્જરીત થતાં આખરે નિર્ણય લેવાયો

MailVadodara.com - People-will-have-to-go-to-Manjalpur-from-August-5-to-register-births-deaths-and-marriages-many-will-face-difficulties

- નવીન કચેરી સોમવારથી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત થશે

- કમિશનરને પત્ર લખી શહેરનાં મધ્યમાં રાખવા માંગ કરીશું : કોર્પોરેટર બાળું સુર્વે

વડોદરા મહાનગરપાલિકાની જન્મ મરણ અને લગ્નની નોંધણી માટેની કચેરી વર્તમાનમાં નવાપુરા વિસ્તારમાં આવેલ કેવડાબાગની સામે સરદાર માર્કેટની બિલ્ડિંગમાં આવેલ છે. આ કચેરીની ઈમારત ઘણા સમયથી જર્જરીત હાલતમાં હોવાથી આ કચેરીને નવા સ્થળ પર સ્થળાંતર કરવાનો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાએ લીધેલ છે.જન્મ મરણ અને લગ્નની નોંધણી માટે નવીન કચેરી તા. 05-08-2024 સોમવારથી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત થશે.


છેલ્લાં કેટલાંય સમયથી વડોદરાના મધ્યમાં આવેલ જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી અન્ય સ્થળે ખસેડવાની વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હતી. આખરે નિર્ણય લેવામાં આવ્યો છે અને અગામી 5 ઓગસ્ટથી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કાર્યરત થશે. ત્યારે આ બાબતે કેટલીય વાર સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર દ્વાર માંગણી કરવામાં આવી છે કે, આ શહેરનાં મધ્યમાં રાખવામાં આવે. જેથી, નાગરિકોને મુશ્કેલી સર્જાય છતા આખરે તે શહેરના છેવાડે માંજલપુરમાં લઇ જવાતા લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે કોંગ્રેસના વોર્ડ નંબર-13ના કોર્પોરેટર બાળું સુર્વેએ જણાવ્યુ હતુ કે, આ મામલે અમે 22 વખત પત્ર લખ્યો છે અને શહેરના મધ્યમાં જન્મ મરણ અને લગ્ન નોંધણીની જે શાખા છે તે રાખવા માટે અપીલ કરી છે. આ શાખાને શહેરના છેવાડે માંજલપુર લઈ જવામાં આવશે તો અનેક લોકોને મુશ્કેલી સર્જાશે. ફરી એકવાર અમે આ બાબતે કમિશનરને પત્ર લખી શહેરનાં મધ્યમાં રાખવા માંગ કરીશું. અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહી લેવાય તો અગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

Share :

Leave a Comments