યાકુતપુરા વિસ્તારના ચૂડીવાળાની ગલીના પાછળના ભાગમાં 8 મહિનાથી ડ્રેનેજની સમસ્યાથી લોકો પરેશાન

દિવસ-રાત નદી વહેતી હોય તેમ ડ્રેનેજના પાણી નીકળે છે, જેની દુર્ગંધ મકાનમાં આવે છે

MailVadodara.com - People-are-troubled-by-the-drainage-problem-at-the-rear-of-Chudiwalani-Gali-in-Yakutpura-area-since-8-months

- કાયમી નિકાલ નહી આવે તો વોર્ડ ઓફિસે હલ્લાબોલ કરવાની મહિલાઓની ચીમકી


વડોદરાની યાકુતપુરાના ચૂડીવાળાની ગલીની પાછળ રહેતી મહિલાઓએ ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઇને વોર્ડ ઓફિસ ઉપર પહોંચી હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


વડોદરાના યાકુતપુરાના ચૂડીવાળાની ગલીના પાછળના ભાગમાં છેલ્લા આઠ મહિનાથી ડ્રેનેજની સમસ્યા છે. દિવસ રાત નદી વહેતી હોય તેમ ડ્રેનેજના પાણી નીકળે છે. ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા આઠ મહિનાથી ડ્રેનેજની સમસ્યાનો નિકાલ નહિ આવતા મહિલાઓ દ્વારા કાયમી નિકાલ હવે નહી આવે તો વોર્ડ ઓફિસ ઉપર પહોંચી હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


સ્થાનિક મહિલાઓના જણાવ્યાનુસાર, છેલ્લા ૮ મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે. જેની દુર્ગંધ મકાનમાં આવે છે. મહિલાઓને રોગચાળો ફેલાય તેની ભીતિ છે.

Share :

Leave a Comments