બુલેટ ટ્રેનની કામગીરીને પગલે આજથી 30 જૂન સુધી પંડ્યા બ્રિજ વાહનોના અવર-જવર માટે બંધ રહેશે

વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામું

MailVadodara.com - Pandya-Bridge-will-remain-closed-for-vehicular-traffic-from-today-till-June-30-due-to-bullet-train-operation


વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 20થી 30 જૂન દરમિયાન પંડયા બ્રિજ બંધ રહેશે. હાલ મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ 5 પેકેજનું વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેની કામગીરીમાં પંડ્યા બ્રિજ ઉપર ગડર લોચિંગની કામગીરી કરવાની હોવાથી તા.20/06/2024थी ता.30/06/2024 સુધી કરવામાં આવનાર છે. આ કામગીરી કરતી વખતે પંડયા બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી, પંડયાબ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે.


આ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામુ બહાર પાડવાની જરૂર હોવાથી વડોદરા શહેર પોલીસ કમિશનરે તા.20/06/2024થી તા. 30/06/2024 દરમિયાન અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે નીચે મુજબનુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે

પંડયાબ્રિજ પરથી અક્ષરચોક સર્કલ, મનીષા ચાર રસ્તા, ચકલી સર્કલ, જી.ઈ.બી સર્કલ, ગેંડા સર્કલ, અટલ બ્રિજ, પંડયા બ્રિજ ઉપર થઈને ફતેગંજ બ્રિજ તરફ અવર-જવર કરતાં વાહનો માટે પ્રતિબંધિત રસ્તો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે વૈકલ્પિક વ્યવસ્થા માટે અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ, મનીષા ચાર રસ્તા, યોગા સર્કલથી જમણી બાજુ વળી, ગાય સર્કલ, અકોટા બ્રિજ ચાર રસ્તા, અકોટા બ્રિજ ઉપર, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, રેલ્વે હેડ કર્વાટર, જેલ રોડ, ભીમનાથ નાકા, બરોડા ઓટો મોબાઇલ, કાલાઘોડા સર્કલ, નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ, તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઇ શકાશે. 


આ ઉપરાંત અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ, મનીષા ચાર રસ્તા, યોગા સર્કલ, ચકલી સર્કલથી જમણી બાજુ વળી, જેતલપુર રોડ, વલ્લભયોક સર્કલ, જેતલપુર બ્રિજ ઉપર, સૂયા પેલેસ ચાર રસ્તા, ભીમનાથ નાકા, બરોડા ઓટો મોબાઇલ, કાલાઘોડા સર્કલ, નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ, તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઇ શકાશે. તેમજ અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ, ચકલી સર્કલ, જી.ઇ.બી સર્કલ, વીરસાવરકર સર્કલ, ગેંડા સર્કલથી ડાબી બાજુ વળી, ગોરવા રોડ, અમરકાર ચાર રસ્તા, ગોરવા પોલીસ સ્ટેશન રોડ, ગોરવા, બાપુની દરગાહ, મધુનગર ચાર રસ્તાથી જમણી બાજુ વળી, મધુનગર બ્રિજ ઉપર, ફુલવાડી ચાર રસ્તા, ચિશ્તીયાનગર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી છાણી જકાતનાકા સર્કલ થઇ, તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઇ શકાશે.


ગેંડા સર્કલથી અલકાપુરી અંદરના રસ્તે, અરૂણોદય સર્કલ, પ્રોડટીવીટી નાકા, અલકાપુરી ગરનાળા, રેલ્વે સ્ટેશન રોડ, કાલાઘોડા સર્કલ, નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ, ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર વાહનો જે તે તરફ જઇ શકાશે.

Share :

Leave a Comments