બુલેટ ટ્રેનની કામગીરીને લઇ 1થી 5 જુલાઈ સુધી રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી પંડ્યા બ્રિજ બંધ રહેશે

ગડર લોચિંગની કામગીરી કરવાને પગલે આજથી 5 દિવસ બ્રિજ બંધ રહેશે

MailVadodara.com - Pandya-Bridge-will-be-closed-from-10-pm-to-5-am-from-July-1-to-5-due-to-bullet-train-operation

- કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ 5 પેકેજનું વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેને પગલે વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 20થી 30 જૂન દરમિયાન પંડયા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.  આ કામગીરીમાં પંડયા બ્રિજ ઉપર ગડર લોચિંગની કામગીરી કરવાની હોવાથી આજે તા.1થી 5 જુલાઈ દરમિયાન રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવનાર છે. આ કામગીરી કરતી વખતે પંડયા બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી, પંડયાબ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે.

આ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું વડોદરા શહેર પોલીસ કમિશનરે બહાર પાડયું છે. કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે નીચે મુજબનુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

અક્ષરચોક સર્કલ, મનીષા ચાર રસ્તા, ચકલી સર્કલ, જી.ઇ.બી સર્કલ, ગેંડા સર્કલ, અટલ બ્રિજ, પંડયા બ્રિજ ઉપર થઈને ફતેગંજ બ્રિજ તરફ અવર-જવર કરતાં વાહનો માટે પ્રતિબંધિત રસ્તો જાહેર કરવામાં આવ્યો છે.


વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ, મનીષા ચાર રસ્તા, યોગા સર્કલથી જમણી બાજુ વળી,ગાય સર્કલ, અકોટા બ્રિજ ચાર રસ્તા, અકોટા બ્રિજ ઉપર, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, રેલ્વે હેડ કર્વાટર, જેલ રોડ, ભીમનાથ નાકા, બરોડા ઓટો મોબાઇલ, કાલાઘોડા સર્કલ, નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ, તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઇ શકાશે.

એલ એન્ડ ટી સર્કલ (વુડા સર્કલ) થી ફતેગંજ બ્રિજ થઇને પંડયા બ્રિજ ઉપર જતી તમામ પ્રકારના વાહનો એલ એન્ડ ટી સર્કલથી ઇ.એમ.ઈ સર્કલ, ફતેગંજ બ્રિજ નીચે, જુનાવુડા, ફ્રીડમ રસર્કવ,સેવનસીઝમોલ, ફતેગંજ બ્રિજ નીચેથી ડાબી બાજુ વળી, નરહરી સર્કલ,કાલાઘોડા સર્કલ,જેલ રોડ, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે તેમજ ફતેગંજ સર્કલથી નિઝામપુરા રોડ, છાણી જકાતનાકા સર્કલ, મધુનગર બ્રિજ થઇ, તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઇ શકાશે.


ગેંડા સર્કલથી અલકાપુરી અંદરના રસ્તે, અરૂણોદય સર્કલ, પ્રોડટીવીટી નાકા, અલકાપુરી ગરનાળા, રેલ્વે સ્ટેશન રોડ, કાલાઘોડા સર્કલ, નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ, ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર વાહનો જે તે તરફ જઇ શકાશે. અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ નીચે, મનીષા ચાર રસ્તા, યોગા સર્કલ, ચકલી સર્કલ,જી.ઈ.બી સર્કલ, અવકાપુરી રોડ, એકસપ્રેસ હોટલ ચાર રસ્તા, પ્રોડકટીવીટી નાકા અલકાપુરી ગરનાળા રેલ્વે સ્ટેશન, કાલાઘોડા સર્કલ, નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ, ટુ વ્હીલર થ્રી વ્હીલર, ફોર વ્હીલર વાહનો જે તે તરફ જઇ શકાશે.

Share :

Leave a Comments