બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટ, સુરત બાદ 3 જૂને વડોદરામાં દિવ્ય દરબાર યોજાશે

શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ અને ભાજપ તરફથી દિવ્ય દરબારનું આયોજન

MailVadodara.com - Pandit-Dhirendra-Shastri-of-Bageshwar-Dham-will-hold-a-Divine-Durbar-in-Vadodara-on-June-3-after-Rajkot-Surat

- પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 3 જૂનના રોજ  સવારે 9 વાગે રાજકોટથી ચાર્ટર્ડ પ્લેનમાં વડોદરા આવશે


દેશભરમાં પ્રસિદ્ધિ મેળવનાર બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત અને રાજકોટના કાર્યક્રમ બાદ વડોદરામાં દિવ્ય દરબાર કરશે. શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ અને વડોદરા શહેર ભાજપ તરફથી આગામી તા.3 જૂનના રોજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ અને લેપ્રસી ગ્રાઉન્ડમાંથી દિવ્ય દરબારના સ્થળની પસંદગી કરવામાં આવશે, તેમ શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજન કમલેશભાઈ પરમારે જણાવ્યું હતું

શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજન કમલેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા ખાતે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ત્રણ જૂન ના રોજ સવારે 9 વાગે ગુરુજી રાજકોટથી ચાટર્ડ પ્લેન મારફતે વડોદરા એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી કાર મારફતે કાર્યક્રમ સ્થળે પહોંચશે. 3 જૂને સવારે 10 વાગ્યાથી વિવિધ સમાજ અને સંગઠનોના મહાનુભાવોને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજી મળશે અને સાંજે 5 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન લોકો માટે દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.


વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આદિ દરબારમાં વડોદરા શહેર અને આસપાસના એકથી દોઢ લાખ લોકો આવશે. હાલ સ્થળની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. શહેરના નવલખી ગ્રાઉન્ડ અને લેપ્રિસી ગ્રાઉન્ડમાંથી કોઈપણ એક સ્થળને દિવ્ય દરબાર માટે પસંદ કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

સુરતમાં આયોજિત દિવ્ય દરબારના કાર્યક્રમ સમયે બાગેશ્વર ધામથી એક વ્યક્તિ વડોદરા આવશે અને ધીરેન્દ્ર શાસ્ત્રીના રોકાણ માટેની વ્યવસ્થા અંગે ચર્ચા કરીને તેમના રોકાણ વ્યવસ્થા કરીશું.

Share :

Leave a Comments