પાદરા પોલીસે ખેતરમાં ચાલતી દારૂની મહેફિલમાં ભંગ પાડી નશાની હાલતમાં 14 શખ્સોને ઝડપ્યા

સાધીથી સાદડ ગામ તરફ જવાના રસ્તે ખેતરમાં રાત્રે દારૂની મહેફિલ ચાલતી હતી

MailVadodara.com - Padra-police-arrested-14-people-in-a-state-of-drunkenness-after-breaking-up-a-liquor-party-going-on-in-the-field

- ખેતરમાં લાઈટના અજવાળે દારૂની મહેફિલ માણતા કેટલાક ઇસમો નજરે પડતા ખેતરને ચારેય બાજુમાંથી કોર્ડન કરી પોલીસે રેઇડ કરી હતી

વડોદરા સહિત જિલ્લામાં થર્ટી ફસ્ટને લઇ અવાર નવાર પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ગતરોજ પાદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે પાદરાના સાધીથી સાદડ ગામ તરફ જવાના રસ્તે ખેતરમાં દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. જેમાં પોલીસે 14 ઈસમોની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગે પાદરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, પાદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે પાદરાના સાધીથી સાદડ ગામ તરફ જવાના રસ્તા ઉપર જવાહર નવોદય વિદ્યાલય પાસે આવેલ સુરેશ પ્રભુભાઈ માળી (રહે, શારદા હાઇસ્કુલ પાસે, પાદરા ટાઉન તા.પાદરા જી.વડોદશ)ના ખેતરમાં કેટલાક ઇસમો ઇંગ્લીંશ દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે પાદરા પોલીસ સ્ટાફ અને બાતમીદારો સાથે ખાનગી વાહનમાં નીકળી સાધી ગામની સીમમાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય પાસે આવી પંચોના માણસોને સાથે રાખી રેડ કરી હતી.


ખેતરમાં લાઈટના અજવાળે કેટલાક ઇસમો દારૂની મહેફિલ માણતા હોવાનું નજરે પડતા સ્ટાફના માણસો દ્વારા ખેતરને ચારેય બાજુમાંથી કોર્ડન કરી રેઇડ કરી હતી. ખેતરમાં નજીકમાં ટુ વ્હીલર ગાડીઓ પાર્ક કરેલ હતી અને ખેતરમાં ખુલ્લી જગ્યામાં જમીન પર ઇસમો દારૂ પી રહ્યાં હતા. તેઓની આજુ- બાજુમાં વિદેશી દારૂની બોટલો તથા બિયર તથા ઠંડા-પીણાની બોટલો અને પ્લાસ્ટિકના ગ્લાસ સાથે કેફી પીણું પીતા હતા. તો કેટલાક ઇસમો લથડીયા ખાઇ બકવાસ કરી મોટે મોટેથી વાતો કરતા હતા. આ ઈસમો જગ્યા પરથી ભાગવાની કોશિશ કરતા તમામને ઝડપી લઈ પાદરા પોલીસ મથકમાં વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પાદરા પોલીસે સ્થળ પરથી કિશન જગદિશ માળી, પકંજકુમાર રમણભાઇ પ્રજાપતિ, વિનોદ ચંદુભાઈ ચૌહાણ, રયજી સોમાભાઈ વસાવા, શૈલેષ ચંદુભાઈ ચૌહાણ, અંકિતકુમાર રમેશભાઈ પઢીયાર, અરવિંદ ચંદુભાઈ ચૌહાણ (તમામ રહે, અંકોડીયા ગામ, તા. વડોદરા, વડોદરા), કાર્તિક સંતોકભાઈ માળી, મુકેશ રમણભાઈ માળી (રહે. સાધી, તા. પાદરા, વડોદરા), મહેશ કનુભાઈ માળી (રહે વારસિયા રિંગ રોડ, વડોદરા), મુકેશ વજેસિંહ પઢીયાર (રહે. વડું, તા. પાદરા, વડોદરા), 2.ચંદ્રેશ રમણભાઈ રાવળ (રહે મકાન નં.76, નરેન્દ્રનગર સોસાયટી, હરણી-વારસીયા, વડોદરા શહેર), અજીત જગદિશભાઇ પઢીયાર, અજય કનુભાઈ માળી (બંને રહે. પાદરા ટાઉન, પાદરા વડોદરા)ને ઝડપી પાદરા પોલીસ મથકમાં પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments