- વિદેશી દારૂનું જથ્થો પાદરાના ઘાયજ ગામે રહેતા અશ્વિન ઉર્ફે ગગી ચંદલાલ જન્સારીનો હોવાનું જણાવ્યુ
- એલસીબી પોલીસે 1.26 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, કારની કિંમત 3 લાખ, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂા. 4.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પાદરાના મુજપુર ચેકપોસ્ટ પાસેથી એલસીબી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ 31 કુલ બિયર અને ક્વાટરિયા સાથે બોટલ નંગ 1038, કિંમત રૂા. 1.26 લાખ, બલેનો ગાડી રૂા. 3 લાખ, મોબાઈલ રૂા.10,000, અંગ ઝડતી રૂા. 2450 મળી કુલ રૂા. 4,38,450ના મુદ્દામાલની હેરાફેરી કરી પ્રોહીબીશન રેડ દરમિયાન ઝડપી પાડયો હતો. જેમાં કુલ ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. બે ઈસમો ફરાર થઈ ગયા હતા. જ્યારે એકને ઝડપી લેવાયો હતો.
પાદરા એલસીબી પોલીસ સ્ટાફના મુકેશભાઈ પાંચાભાઈ અને અશોકભાઈ કાનાભાઈ ખાનગી વાહનમાં પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન કામગીરીમાં હતા. તે દરમિયાન મુજપુર ચેકપોસ્ટ પાસે ભારતીય બનાવટ વિદેશી દારૂનું જથ્થો ભરેલ ગાડી ગંભીરા તરફથી નીકળી પાદરા તરફ આવનાર છે. જે બાતમીના આધારે મુજપુર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી કોર્ડન કરી ગંભીરા તરફથી આવતી બલેનો ગાડીના ચાલકને રોકી તપાસ કરતા દેવીલાલ સુખરામ બિશ્નોઈ પોતાના કબજામાં હેરાફેરી કરવા બદલ પાસ પરમિટ માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. અને વિદેશી દારુનો જથ્થો મુકેશ બિશનોઈ (રહે. રાજસ્થાન)થી ભરેલ હતો અને જે પાદરાના ઘાયજ ગામે રહેતા અશ્વિન ઉર્ફે ગગી ચંદુલાલ જન્સારીનો હોવાનું જણાવ્યુ હતું.
એલસીબી પોલીસે પાસ પરમિટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ 31 કુલ બોટલો 1038 કિંમત રૂા. 1.26 લાખ, બલેનો ગાડી રૂા. 3 લાખ, મોબાઈલ રૂા. 10,000, અંગ જડતી રૂા.2450 મળી કુલ રૂપિયા 4,38,450 મુદ્દામાલ કબજે કરી ત્રણ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં કારચાલક દેવીલાલ સુખારામ બિશ્નોઈ (રહે.રાજસ્થાન)ને પકડી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે રેડ દરમિયાન ફરાર ઘાયજ ગામે રહેતા અશ્વિન ઉર્ફે ગગી જન્સારી તેમજ મુકેશ બિશ્નોઈને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.