વડોદરા શહેરની નવાપુરા અને રાવપુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.પીસીબી પોલીસે બુટલેગરના ઘરમાંથી અને ધંધાના સ્થળે થી રૂપિયા 28300 નો વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો.
વડોદરા શહેરમાં વિદેશી શરાબ ના વેપલા સામે પોલીસ સક્રિય છે, આમછતા વિદેશી શરાબના વેપલાનો વ્યાપદિન પ્રતિદિન વધતો જાય છે. આજે પીસીબી પોલીસે બાતમીના આધારે નવાપુરામાં કેવડાબાગ નજીક રહેતાં જગદીશ કહાર નામના બુટલેગર ના ઘરે છાપો માર્યો હતો. આ દરમ્યાન પોલીસને તેના ઘરે થી વિદેશી શરાબ ની સાત બોટલ મળી આવી હતી. પોલીસની તપાસમાં જગદીશ રાવપુરા પોલીસ સ્ટેશનની હદ માં આવેલા મરીમાતા ના ખાચામાં વિદેશી શરાબ નો વેપલો કરતો હોવાની કબૂલાત કરતાં પોલીસે મરીમાતાના ખાચમાંથી શરાબનો વધુ જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે જગદીશ કહાર ની ધરપકડ કરી કુલ રૂપિયા 28300 ની કિંમતની 139 બોટલ વિદેશી શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે અન્ય ત્રણ આરોપી મુકેશ, ગોપાલ અને દિલીપને વોન્ટેડ જાહેર કર્યા હતા. પીસીબી પોલીસે વિદેશી શરાબ નો જથ્થો અને આરોપી નવાપુરા પોલીસ ને સોંપ્યા હતા