વડોદરાના છાણી જકાતનાકા પાસે રહેતા આરોપીને વડોદરા શહેરમાંથી બે વર્ષ માટે તડીપાર કરાયો હતો. તેમ છતાં આરોપી તડીપારના હુકમનો અનાદર કરીને પુન: શહેરમાં પ્રવેશ કર્યો હતો. જે આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડી ફતેગંજ પોલીસને સોંપ્યો હતો.
શહેર વિસ્તારમાં પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમ્યાન મહેસાણાનગર ચાર રસ્તા પાસે આવતા બાતમી મળી હતી કે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધર્મસિંહ-દેસાઈ શેડ ઉપર છાણી ખાતે રહેતો ભરત નાનજીભાઈ માયાવંશીનો જે વડોદરા શહેરમાંથી તડીપાર હોવા છતાં વડોદરામાં આવ્યો છે અને હાલમાં ડીલક્ષ કોમ્પલેક્ષમાં જવાનો છે અને હાલમાં રોડ ઉપરના હનુમાનજી મંદિર પાસે ઉભો છે. જેથી પીસીપી પોલીસે બાતમી મુજબના સ્થળ પર પહોંચીને ભરતભાઇ નાનીભાઇ માયાવંશીને ઝડપી પાડ્યો હતો. આરોપીને તા.22/11/23 ના રોજથી બે વર્ષ માટે વડોદરા શહેરમાંથી હદપાર કરાયો હતો. તેમ છતાં તડીપારના હુકમનું ઉલ્લંઘન કરીને આરોપી શહેરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. જેથી પીસીબી પોલીસે આરોપીને ફતેગંજ પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે.