વડોદરામાં 400થી વધુ પ્રિ-સ્કૂલો સીલ કરાયા બાદ ફાયરના સાધનો લગાવાયા, BU માટે સમય માંગ્યો

પાલિકા દ્વારા ફાયર એનઓસી અને BU વગરની પ્રિ-સ્કૂલો સીલ કરાઇ હતી

MailVadodara.com - Over-400-pre-schools-in-Vadodara-sealed-fire-equipment-deployed-time-sought-for-BU

- મ્યુનિ. કમિશનરે કહ્યું, BU પરવાનગી મેળવ્યા બાદ જ પ્રિ-સ્કૂલ શરૂ કરી શકાશે

રાજકોટની ઘટના બાદ વડોદરા શહેરમાં આવેલી પ્રિ-સ્કૂલો પાસે ફાયર એનઓસી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ નહીં હોવાથી 400થી વધુ પ્રિ-સ્કૂલોને સીલ મારવામાં આવ્યા હતા. જે અંગે આજે પ્રિ-સ્કૂલના સંચાલકોએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ BU પરવાનગી માટે સમય આપવામાં આવે એવી માંગણી કરી હતી પરંતુ કમિશનરએ BU પરવાનગી મેળવ્યા બાદ જ પ્રિ-સ્કૂલ શરૂ કરી શકાશે તેવી સ્પષ્ટ વાત કરી હોવાનું જાણવા મળે છે.


વડોદરા શહેરમાં બહુમાળી ઇમારતો, રેસ્ટોરન્ટ, સ્કૂલો, હોસ્પિટલો, પ્રિ-સ્કૂલો સહિત વિવિધ વ્યવસાયના વ્યાપારીઓ સામે ફાયર એનઓસી અને બિલ્ડીંગ યુઝ પરવાનગી સાથે ચેન્જ ઓફ યુઝ પાર્કિંગ વગેરે મુદ્દે 14 ટીમ બનાવી વિવિધ વિસ્તારોમાં સીલીંગની કાર્યવાહી ચાલી રહી છે જેમાં છેલ્લા દસ દિવસ દરમિયાનમાં વડોદરા શહેરમાં આવેલી નાની નાની પ્રિ-સ્કુલોને પણ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અંદાજે 400 થી વધુ પ્રિ-સ્કૂલોને સીલ મારવામાં આવ્યા હતા.

 છેલ્લા દસ દિવસથી ફ્રી સ્કૂલો બંધ થઈ ગયા જેવી પરિસ્થિતિ સર્જાતા આજે વડોદરા શહેરના તમામ પ્રિ-સ્કૂલના સંચાલકો મ્યુન્સીપલ કમિશનર દિલીપ રાણાને મળવા આવ્યા હતા જ્યાં તેઓએ રજૂઆત કરી હતી કે બાળકોના હિતમાં સરકાર કહેશે તે પ્રમાણે કાર્યવાહી કરવા અમે સૌ તૈયાર છે. ફાયર સેફ્ટીના જે કોઈ સાધનો લગાડવાના હતા તે લગાવી દેવામાં આવ્યા છે. માત્ર હવે બિલ્ડીંગ યુઝ પરવાનગી અને ચેંજ ઓફ યુઝની પ્રક્રિયા બાકી છે તો તેમાં થોડો સમય છૂટછાટ આપવામાં આવે તે જરૂરી છે. કારણ કે 400 સ્કૂલનો એક સાથે બીયુ પરવાનગી મળી શકે તેમ નથી. જેથી નાના બાળકો અને નોકરી કરનારા પરિવારજનોને મુશ્કેલી પડે નહીં તેને ધ્યાનમાં રાખી વધુ સમય આપવામાં આવે તે જરૂરી છે.

આ સામે મ્યુનિસિપલ કમિશનરે સંચાલકના અગ્રણીઓને ખાતરી આપી હતી કે સંપૂર્ણપણે સાત સહકાર આપવામાં આવશે અને તમે બિલ્ડીંગ યુઝ પરવાનગી કે પછી ચેંજ ઓફ યુઝને લગતી જે કાર્યવાહી કરવાની છે તેમની અરજી કરવામાં આવે અને કોર્પોરેશન વહેલામાં વહેલી તકે જરૂરી સર્ટિફિકેટ આપશે.

Share :

Leave a Comments