સુરસાગર સ્થિત હઠીલા હનુમાન મંદિર ખાતે અખંડ રામધૂન, સુંદર કાંડ તથા મહા આરતીનું આયોજન

અયોધ્યા નગરીથી લઈ વડોદરા નગરી બન્યું રામ મય

MailVadodara.com - Organized-Akhand-Ramdhun-Sunder-Kand-and-Maha-Aarti-at-Hathila-Hanuman-Mandir-located-in-Sursagar


અયોધ્યા ખાતે આજરોજ રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જે સંદર્ભે વડોદરા શહેર ખાતેના સુરસાગર વિસ્તાર સ્થિત હઠીલા હનુમાન મંદિર ખાતે સુંદરકાંડ, અખંડ રામધૂન તથા મહા આરતીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અયોધ્યા સ્થિત રામ મંદિર ખાતે આજરોજ ભગવાન શ્રીરામની પ્રતિમાની સ્થાપના થનાર છે. જે સંદર્ભે સમગ્ર ભારતભરમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. જેમાં આજરોજ વડોદરા શહેર ખાતે પણ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વડોદરા શહેરના સુરસાગર વિસ્તાર સ્થિત હઠીલા હનુમાન મંદિર ખાતે સુંદરકાંડ, અખંડ રામધૂન તથા મહા આરતીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરસાગર વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવના કિનારે સ્વયંભૂ રીતે પ્રગટ થયેલ હનુમાન દાદાનું મંદિર આશરે 120 વર્ષ જૂનું હોવાનું મનાઈ રહ્યું છે. અગાઉ આ હઠીલા હનુમાન દાદાનું આ મંદિર લાકડાનું હતું. ત્યારબાદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલના પ્રયત્નોથી હઠીલા હનુમાન દાદાનુ આ મંદિર આરસપાણનું બનાવવામાં આવ્યું છે. અને આ હઠીલા હનુમાન દાદાના મંદિર પ્રત્યે અનેક ધાર્મિક નાગરિકો ભારે આસ્થા ધરાવી રહ્યા છે. જેમાં ધાર્મિક પર્વે તેમજ તહેવારે હઠીલા હનુમાન દાદાના મંદિરે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના પણ સતત આયોજન થતા આવ્યા છે.

Share :

Leave a Comments