- અવર-જવર કરવા માટે અન્ય વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવા અપીલ કરાઇ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડસર બ્રિજ પર રોડનું કામ કરવામાં આવનાર છે. જેના કારણે આજથી આગામી 16 માર્ચ સુધી બ્રિજનો એક તરફનો રસ્તો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવતા સુશેન સર્કલથી ખિસકોલી સર્કલ તરફ અવર-જવર કરવા માટે અન્ય વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ છે.
વડોદરા કાર્યપાલક ઇજનેરની કચેરી બ્રિજ પ્રોજેક્ટ શાખાના જણાવ્યા મુજબ વડસર રેલવે ઓવર બ્રિજ ઉપર રિસરફેસિંગની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી માટે 16/03/24 સુધી વડસર રેલવે ઓવર બ્રિજ તબક્કાવાર બંધ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે. આ કામગીરી દરમિયાન વડસર બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે. આ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારું રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામુ બહાર પાડવાની જરૂર હોવાથી પોલીસ કમિશનર દ્વારા આપેલ તારીખ કે કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં ફોર વ્હીલ, થ્રી વ્હીલર, ટુ-વ્હીલર વાહનો માટે પ્રતિબંધિત રસ્તો સુશેન સર્કલથી વડસર રેલવે ઓવર બ્રિજ ઉપર થઇ ખિસકોલી સર્કલ જતાં તેમજ ખિસકોલી સર્કલથી સુશેન સર્કલ જતાં ફોર વ્હીલર, થ્રી વ્હીલર, ટુ-વ્હીલર વાહનો માટે પ્રતિબંધ રહેશે. જેની સામે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સુશેન સર્કલથી જ્યુપીટર ચાર રસ્તા અલવાનાકા ત્રણ રસ્તા, GIDC પાણીની ટાંકી ત્રણ રસ્તા વડસર બ્રિજ ત્રણ રસ્તા નવીન કટથી જમણી બાજુ રોંગ સાઈડથી વડસર રેલવે ઓવરબ્રિજ ઉપર થઈ, વડસર બ્રિજ ભારત પેટ્રોલપંપથી સીધી સાઈડથી ખિસકોલી સર્કલ તરફ જઈ શકાશે. ખિસકોલી સર્કલથી વડસર બ્રિજ ભારત પેટ્રોલપંપ કટથી જમણી બાજુ વળી, રોંગ સાઈડથી વડસર રેલવે ઓવરબ્રિજ ઉપર થઈ, જ્યુપીટર ચાર રસ્તા, સુશેન સર્કલ થઈ જે તે તરફ જઈ શકાશે.
બીજી તરફ સુશેન સર્કલથી વડસર રેલવે ઓવર બ્રિજ ઉપર થઈ ખિસકોલી સર્કલ જતાં તેમજ ખિસકોલી સર્કલથી સુશેન સર્કલ જતાં ભારદારી વાહનો તેમજ એસટી બસો માટે પ્રતિબંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સુશેન સર્કલથી જ્યુપીટર ચાર રસ્તાથી જમણી બાજુ વળી તુલસીધામ ચાર રસ્તા દિપ ચેમ્બર સર્કલ, શ્રેયસ સ્કુલ ત્રણ રસ્તા વાલબાગ બ્રિજ ઉપરથી ડાબી બાજુ વળી, વિશ્વામિત્રી ઓવરબ્રિજ ઉપર, મુજમહુડા સર્કલ, અક્ષરચોક સર્કલ, અટલાદરા BAPS સર્કલ થઇ જે તે તરફ અવર-જવર કરી શકાશે.