પાદરાના વડુ ગામેથી દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા માઉઝર પિસ્તોલ સાથે એકને ઝડપી પાડ્યો

વડોદરા ગ્રામ્ય SOG પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડ્યો હતો

MailVadodara.com - One-was-nabbed-with-a-country-made-revolver-and-a-Mauser-pistol-from-Vadu-village-in-Padra

- બંને અગ્નિશસ્ત્ર આપનાર ભરૂચના વાલીયા તાલુકાના ઘોડા ગામે રહેતા ધર્મેન્દ્ર દરબારની ધરપકડ કરવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી


રથયાત્રા પહેલા વડોદરા ગ્રામ્ય SOG પોલીસે દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા માઉઝર પિસ્તોલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જયારે અન્ય એક આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આગામી રવિવારના રોજ રથયાત્રા છે તેને લઇ વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં છે. ત્યારે રથયાત્રા પહેલા વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી. ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી આધારે વડુ ગામના સીંધા ફળીયામાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડી સીંધા ફળીયામાં રહેતા 45 વર્ષીય ફિરોજ હુસેનભાઇ સીંધાને દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો.


પોલીસે બે અગ્નિશસ્ત્રો પોલીસે કબજે કરી ઝડપાયેલા ફિરોજ સીંધાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ઘોડા ગામે રહેતા ધર્મેન્દ્ર દરબાર પાસેથી બંને અગ્નિશસ્ર લીધા હતા. દસ વર્ષ પહેલાં અકસ્માત થતાં શારીરિક રીતે પગથી અશક્ત થયેલ હતો, જેથી કોઈની સાથે ઝઘડો થાય તો અંગત ફાયદા માટે તેનો ઉપયોગ કરવાનો હતો.


વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે આરોપી પાસેથી દેશી હાથ બનાવટની રિવોલ્વર (અગ્નીશસ્ત્ર) કિંમત રૂપિયા ૨૫,૦૦૦ અને માઉઝર પીસ્તોલ (અગ્નીશસ્ત્ર) કિંમત રૂપિયા ૧૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૪૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ઘોડા ગામે રહેતા ધર્મેન્દ્ર દરબારની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધમાં વડુ પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ કલમ ૨૫(૧-બી)(એ) મુજબનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments