- અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, બાઇક સવાર યુવક કારની ટક્કરે ઉછળીને કેનાલમાં પડી તણાયો હતો, જોકે સ્થાનિકોએ કેનાલમાં કૂદી યુવકને બહાર કાઢ્યો
વાઘોડિયા તાલુકાના માડોધર સાંગાડોલ રોડ વચ્ચે નર્મદા માઇનોર કેનાલ પુલ પર બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના આગળના ભાગે નુકસાન પહોંચ્યુ હતું, કારનું વ્હિલ પણ ફાટી ગયું હતું. જોકે કાર સવાર ચાલકની સેફ્ટી બેગ ખુલી જતા તેને નાનીમોટી ઈજાઓ થઇ હતી. તો બીજી તરફ આ અકસ્માતમાં બાઈકના ફુરચે ફુરચા ઊડી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માત બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના માડોધર સાંગાડોલ રોડ વચ્ચે નર્મદા માઇનોર કેનાલ પુલ પર બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના આગળના ભાગે નુકસાન પહોંચ્યુ હતું, કાર સવાર ચાલકની સેફ્ટી બેગ ખુલી જતા તેને નાની-મોટી ઈજાઓ થઇ હતી. તો બીજી તરફ આ અકસ્માતમાં બાઈકના ફુરચે ફુરચા ઊડી ગયા હતા.
અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, બાઇક સવાર યુવક કારની ટક્કરે ઉછળીને માઇનોર કેનાલમાં પડી તણાયો હતો. જોકે સ્થાનિકોએ તેને બચાવવા કેનાલમા કૂદી પડી યુવકને બહાર કાઢ્યો હતો. પરંતુ ગંભીર ઘવાયેલ ઈજાગ્રસ્ત યુવક કેનાલમાંથી બહાર કાઢતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. અકસ્માતમાં અજયકુમાર મહેશભાઈ વસાવા (ઉ.વ.21, રહે. નવીનગરી, ટિમ્બરવા, તા. શિનોર)નું મોત થયું હતું. જ્યારે બાઇક પર સવાર યુવાનના મિત્ર પ્રહલાદકુમાર વસાવા (રહે.તરવા, તા. શિનોર)ને પણ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત સર્જનાર હુન્ડાઈ કાર ચાલક સામે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી વઘુ કાર્યવાહી હાથ ઘરી હતી.