ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને ઠગાઇ કરતી ટોળકીનો વધુ એક આરોપી દિલ્હીથી ઝડપાયો

સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ આ ગુનામાં સંડોવાયેલા 5 શખસો ઝડપી પાડયા હતા

MailVadodara.com - One-more-accused-of-cheating-gang-on-the-pretext-of-online-part-time-job-arrested-from-Delhi

- વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે અર્જુન જગન્નાથ ગુપ્તાની ધરપકડ કરી

આજના આધુનિક સમયમાં જેમ જેમ સુવિધામાં વધારો થયો છે તેમ તેમ ઠગાઈના ગુનાઓમાં વધારો થતો ગયો છે. ત્યારે ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને ટાસ્ક આપી પૈસા કમાવવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ઠગ ટોળકીનો વધુ એક આરોપી સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી ઝડપી પાડયો છે.


આ બનાવ અંગે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમી શરદભાઈ સુરાણીએ તા.22/12/23ના રોજ ફરિયાદ આપી હતી કે, તેને સોંખ્સ ટેકનોલોજીસ લિમિટેડમાંથી વ્હોટસએપ પર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને ટેલિગ્રામ આઇડી પરથી યુટ્યુબના અલગ-અલગ ચેનલ સસ્ક્રાઇબ કરવાના ટાસ્ક આપ્યો હતો. ત્યારબાદ તેને પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને શેરમાર્કેટમાં રોકાણ કરીને મોટી કમાણી કરવાની લાલચ આપીને ટુકડે ટુકડે રૂપિયા 8,06,872 ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક આકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ એક લિંક મારફતે ફરિયાદીને પ્રોફિટના 10,44,903 ઉપાડવા જણાવ્યું હતું. પરંતુ તેમાંથી રૂપિયા ન ઊપડતાં તેઓ સાથે વિશ્વાસઘાત કરી ઓનલાઈન છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાવી હતી.

આ ગુના સંદર્ભે આરોપીઓની તપાસ કરવા માટે વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ સોર્સિસની મદદથી ગુનાની તપાસ કરતા આ ગુનાના કામે વપરાયેલા સિમકાર્ડ અને બેન્ક એકાઉન્ટ હોલ્ડરોની માહિતી દિલ્હી ખાતેની આવતી હોવાથી ત્યાં તપાસ માટે ટીમ મોકલતા અર્જુન જગન્નાથ ગુપ્તા (ઉ. 25 વર્ષ, અભ્યાસ-ધોરણ 9 પાસ, ધંધો-નોકરી, હાલ રહેવાસી- મ.નં. સી/24, ગ્રાઉન્ડ ફ્લોર, સેવક પાર્ક, શિવ મંદિરની સામેની ગલી, ઉત્તમનગર, દ્વારકા મોડ, દીલ્હી, મુળ રહેવાસી - મ.નં.ઇ/250, ઇન્દીરાનગર કોલોની, રેલ્વે સ્ટેશન પાસે રાઇબરેલી, તા.જિ.રાઇબરેલી (ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ આ ગુનામાં સંડોવાયેલા 5 શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા.

Share :

Leave a Comments