- પોલીસે રોકડ રકમ તથા મોબાઇલ મળી રૂ.8670નો મુદ્દામાલ કબજે કરી
વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-6ની બહાર શ્રીલંકા નેધરલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડી સટ્ટો રમવા માટે આઈડી આપનાર અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 ની બહાર સમ્રાટ હોટલ પાસે એક શખ્સ શ્રીલંકા- નેધરલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર મોબાઇલમાં ક્રિકેટ સટ્ટો રમે છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબના શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછતાછમાં યુવક શાહરુખ ફતેસિંગ શેખ (રહે. તિવારી ચાલ, સંત જોશેફ શાળાની સામે, છાણી રોડ) હોવાનું બહાર આવ્યું હતું. તેના મોબાઈલ ફોનમાંથી અલગ-અલગ સટ્ટા બેટિંગના દાવ મળી આવ્યા હતા. આ અગાઉની મેચ ઉપર પણ જુગાર રમ્યો હોવાની વિગતો બહાર આવી છે. આરોપીએ ઓનલાઇન સટ્ટો રમવા માટે કારેલીબાગની વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા અભિષેક નામના વ્યક્તિ પાસેથી રૂ 1 હજારના આઈડી મેળવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે રોકડ રકમ તથા મોબાઇલ મળી રૂ.8670નો મુદ્દામાલ કબજે કરી અભિષેકને વોન્ટેડ જાહેર કર્યો હતો.