ભરૂચથી વડોદરા આવતા 35 લાખના દારૂ ભરેલા ટેમ્પો સાથે એકની ધરપકડ, એક વોન્ટેડ જાહેર

વડોદરા ગ્રામ્ય LCBએ કરજણ ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી દારૂનો જથ્થો ઝડપ્યો

MailVadodara.com - One-arrested-with-35-lakh-liquor-laden-tempo-coming-from-Bharuch-to-Vadodara-one-wanted-public

- LCB પોલીસે વિદેશી દારૂની 743 પેટી, ટેમ્પો અને મોબાઇલ સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કર્ણાટકના એક શખ્સની ધરપકડ કરી


આગામી દિવસોમાં 31st આવી રહી છે, રાજ્યમાં પુષ્કળ પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ઘૂસણખોરી ચાલી રહી છે. ત્યારે વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ શતર્ક બની છે. વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ભરૂચથી વડોદરા આવતા ટ્રકને ભરથાણા ટોલનાકા પાસેથી વોચ ગોઠવી એક ઇસમને 35 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કરજણ પોલીસ મથકમાં પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓ આધારે શહેરમાં અને જિલ્લામાં થર્ટીફસ્ટને લઇ ગેરકાયદેસર લાવવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોકલનાર તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. એલ.સી.બી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એલ.સી.બી. પી.આઈ કૃણાલ પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે, એક બંધ બોડીના ટેમ્પોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે. જે ટેમ્પો સુરત તરફથી ભરૂચ થઇ વડોદરા તરફ આવી રહ્યો છે.


દરમિયાન ટીમને ભરથાણા ટોલનાકા ઉપર ટેમ્પાની વોચમાં રાખી એલ.સી.બી. ટીમ દ્વારા નાકાબંધી કરી શંકાસ્પદ ટેમ્પાને ઝડપી પાડી ચાલકની પુછતાછ કરવામાં આવી હતી. ચાલક મહંમદ રફીક કસીમદુલાર યારગટ્ટી (રહે. આંબેડકરનગર, છાનપીઠ રોડ, ધોબીઘાટ જુના હુબલી તા.હુબલી જી.ધારવડ, કર્ણાટક)નો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ટેમ્પોમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં વિદેશી દારુની પેટી નંગ 743, કુલ બોટલ નંગ 35,232 જેની કુલ કિંમત રૂપિયા 35,23,200 સાથે મોબાઈલ ફોન, ટેમ્પો મળી કુલ રૂપિયા 45,33,200ના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


પૂછપરછમાં તેણે જણાવ્યું કે, આ વિદેશી દારૂનો જથ્થો વિનોદ નામનો માણસ હુબલી બાયપાસ ઉપરથી આપ્યો હતો અને તેના કહ્યા મુજબ હુબલીથી નીકળ્યો હતો. આ મુજબ ગુજરાતમાં વિદેશી દારૂ આપવાનો હોવાની વિગતો જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલા ડ્રાઇવર તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments