- પંક્ચરવાળી સ્કૂટી લઇને જતાં આશિષભાઇને અજાણ્યા ઇસમે તમારી સ્કૂટી આપો હું આગળ પંકચર કરાવુ છે તમે આગળ આવો કહી લઇ રફૂચક્કર
વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાંથી પસાર થતા દિવાળીપુરા કોર્ટમાં નોકરી કરતા પટાવાળાની સ્કૂટી પંકચર પડી હતી. એક શખ્સ કાકા લાવો તમારી સ્કૂટી દોરીને હું દોરીને લઈ જઈ આગળ પંચર કરાવું છું તમે ધીરે ધીરે આવો. ત્યારબાદ આ શખ્સ કોર્ટના પટાવાળાની સ્કૂટી લઈને ફરાર થઈ ગયો હતો. જેથી તેઓએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા શ્રીનાથ પાર્ક કોમ્પલેક્ષમાં રહેતા આશિષ કિરીટભાઈ શાહે ફરીયાદ નોંધાવી છે કે હું દિવાળીપુરા કોર્ટમાં પટાવાળા તરીકે નોકરી કરું છું. હું મારા કામ અર્થે સિટીમાં આવ્યો હતો અને દાંડીયાબજાર ગણપતિ મંદિર સામેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે મારું સ્કૂટીનું ટાયર પંકચર પડયું હતું. જેથી મે મારી સ્કુટી નજીકમાં આવેલા રીક્ષા સ્ટેન્ડ નજીક દોરીને લઈ જઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યો ઇસમ મારી પાસે આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે, કાકા સ્કૂટીને શું થયુ ત્યારે મે કહ્યું કે, મારી સ્કુટીનું ટાયર પંકચર પડેલ છે.
આ અજાણ્યા ઇસમે મને કહ્યું હતું કે, તમારી સ્કૂટી મને આપો હું દોરીને આગળ પંકચરવાળો છે, ત્યાં પંકચર કરાવુ છે અને તમે ધીરે-ધીરે આગળ આવો, તેમ કહેતા મે આ અજાણ્યા ઈસમને મારી સ્કૂટી આપી હતી અને તેઓ મારી સ્કૂટી દોરીને આગળ લઇ ગયો અને થોડીવાર પછી મે આગળ જઈને જોતા આ અજાણ્યા ઇસમ ક્યાંય જણાઈ આવ્યો ન હતો. આ અજાણ્યો ઈસમ મારી સ્કૂટી લઈને ભાગી ગયો હતો. મેં આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.