- સંગમ ચાર રસ્તા સ્થિત લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
લાલ બહાદુર શાસ્ત્રીના જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા સંગમ ચાર રસ્તા પાસે આવેલા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જ્યંતી 2 ઑક્ટોબરે મનાવવામાં આવે છે. એટલે કે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ એક જ દિવસે થયો હતો અને 2 ઑક્ટોબરે બંનેની જ્યંતી મનાવવામાં આવે છે. ગાંધીજી અને શાસ્ત્રીજીએ તેમનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત કરી દીધું હતું. લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાનું જીવન ગરીબોની સેવામાં સમર્પિત કરી દીધું હતું.
શાસ્ત્રીજીએ દેશને 'જય જવાન, જય કિસાન'નો નારો આપ્યો હતો. જેને લઇને આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સંગમ ચાર રસ્તા પાસે આવેલા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષે નેતા અમીબેન રાવત સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતેથી રેલી પણ કાઢવામાં આવી હતી. આ રેલી જુબેલીબાગ, ફતેપુરા, અદાણીયા પુલ થઈને લાલ બહાદુર શાસ્ત્રી પ્રતિમા ખાતે પહોંચી હતી અને સાથે સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા.