- શ્રીકૃષ્ણ મંદિર, સ્વામી નારાયણ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટે છે
વડોદરા સહિત સમગ્ર દેશમાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવનારા છે. ત્યારે તે દરમિયાન મંદિરોમાં ભક્તોની બારે ભીડ જોવા મળતી હોય છે. જેને લઇ આગામી તારીખ 26/08/24ના રોજ વડોદરા શહેરમાં જન્માષ્ટમી પર્વને લઇ શ્રીકૃષ્ણ મંદિર, સ્વામી નારાયણ મંદિરો ઉપર વધુ પ્રમાણમાં ભાવિક ભકતોની ભીડ હોય છે. જેમાં ખાસ કરીને શહેરના ગોત્રી, હરીનગર, ઇસ્કોન મંદિર ખાતે દર્શન અર્થે મોટી સંખ્યામા ભાવિકો એકત્રીત થતા હોય છે. આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ ચાલે તે હેતુથી પ્રવેશબંધી, વૈકલ્પિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવાની જરૂરીયાત હોવાથી શહેર પોલીસ કમિશનર દ્વારા આગામી 26 ઓગસ્ટે સાંજના કલાક 19થી ગોત્રી, હરીનગર, ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે નીચે મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
1. પ્રતિબંધિત રસ્તાઓ
હરીનગર બ્રિજ નીચે ઇસ્કોન મંદિર થઇ, ઇસ્કોન સકલ (વોર્ડ નં-11 સર્કલ) તરફ જઈ શકાશે નહીં.
વૈકલ્પિક વ્યવસ્થા
હરીનગર બ્રિજ નીચેથી ESI દવાખાના ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી, સારાબાઈ કોલોની ESI દવાખાના થઈ, ધ નેસ્ટ ચાર રસ્તાથી ડાબી/જમણી બાજુ વળી, જે તે તરફ જઇ શકશે.
2. પ્રતિબંધિત રસ્તો
ઇસ્કોન સર્કલ (વોર્ડ નં- 11 સકલ) થી ઇસ્કોન મંદિર થઇ, હરીનગર બ્રિજ તરફ જઈ શકાશે નહી.
વૈકલ્પિક વ્યવસ્થા
ઇસ્કોન સર્કલ (વોર્ડ નં-11) થી ગોકુળ પાર્ટી રોડ થઇ ધ નેસ્ટ ચાર રસ્તાથી જમણી બાજુ વળી દડા દવાખાના ત્રણ રસ્તા થઈ જે તે તરફ જઇ શકશે.
3. પ્રતિબંધિત રસ્તો
શ્યામબાગ સોસાયટી ત્રણ રસ્તાથી (દિવાળીપુરા કોર્ટ પાછળના રોડ) શ્યામબાગ સોસાયટી ત્રણ રસ્તા, ગદાપુરા, અમીન સ્કૂલ થઈ, પંજાબ નેશનલ બેંક ત્રણ રસ્તાથી જે તે તરફ જઇ શકશે તેમજ મલ્હાર પોઇન્ટ, અરૂપદિપ થઇ જે તે તરફ જઇ શકાશે. ઇસ્કોન મંદિર તરફ જઇ શકાશે નહીં.
વૈકલ્પિક વ્યવસ્થા
શ્યામબાગ સોસાયટી ત્રણ રસ્તા, ગદાપુરા, અમીન સ્કૂલ થઈ, પંજાબ નેશનલ બેંક ત્રણ રસ્તાથી જે તે તરફ જઇ શકશે. તેમજ મલ્હાર પોઇન્ટ, અરૂપદિપ થઇ જે તે તરફ જઇ શકાશે.
4. પ્રતિબંધિત રસ્તો
પ્રથમ એવન્યુ ચાર રસ્તાથી ઇસ્કોન મંદિર તરફ જઇ શકાશે નહીં.
વૈકલ્પિક વ્યવસ્થા
પ્રથમ એવન્યુ ત્રણ રસ્તાથી ઇસ્કોન સર્કલ થઇ, જે તે તરફ જઇ શકાશે.
આ જાહેરનામામાંથી જન્માષ્ટમી બંદોબસ્તમાં રોકાયેલ પોલીસના વાહનો, ઇમરજન્સી સર્વિસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનો, પોલીસના વાહનોને મુક્તિ આપવામાં આવે છે.