હોળી પર્વ નિમિત્તે પશ્ચિમ રેલવે 12 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, વિશેષ ભાડાં સાથે 9 જોડી ટ્રેન દોડાવાશે

આગામી તહેવારોને પગલે ઉત્તર ભારત તરફની ટ્રેનોમાં બુકિંગ ફુલ થઈ ગયાં

MailVadodara.com - On-the-occasion-of-Holi-festival-Western-Railway-will-run-12-special-trains-9-pairs-of-trains-will-be-run-with-special-fares

- 50 હજાર જેટલું વેઇટિંગ ઘટતાં ઉત્તર ભારતીય લોકોને રાહત થઇ

હોળી પહેલાં ટ્રેનોમાં વતન જતા લોકોની ભારે ભીડ જોવા મળે છે. હાલમાં પૂરી-બિહાર, રાજસ્થાન અને દિલ્હી તરફ જતી ટ્રેનો ભરાઈ ગઈ છે. હવે કન્ફર્મ ટિકિટ ટ્રેનોમાં ઉપલબ્ધ નથી. હોળી 25 માર્ચે છે ત્યારે યુપી-બિહાર, રાજસ્થાન, દિલ્હી અને ઓડિશા જનારાની યાત્રા મુશ્કેલ બની રહી છે. 19 માર્ચ પછી પૂણે-બિહાર જતી તમામ ટ્રેનો વેઇટિંગ લિસ્ટમાં છે. જ્યારે રાજસ્થાનની ટ્રેનોમાં પણ સીટો નથી. બિકાનેર, જામપુર અને ઉદયપુર સહિતની વિવિધ ટ્રેનો ખીચોખીચ ભરાઈ ગઈ છે.

વેસ્ટર્ન રેલવે દ્વારા 12 સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ છે, જેને કારણે 50 હજાર જેટલું વેઇટિંગ ઘટતાં ઉત્તર ભારતીય લોકોને રાહત થઇ છે. હોળીમાં માગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે વિવિધ સ્થળોએ 12 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, જેમાં વિશેષ ભાડા પર 9 જોડી વિશેષ ટ્રેન ચલાવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલી યાદી મુજબ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ માર્ચની શરૂઆતમાં વેઇટિંગ ટિકિટનો ગ્રાફ વધવા લાગ્યો હતો ત્યારે રજૂઆત કરાઈ હતી, જેમાં ઉત્તર ભારત તરફ સ્પેશિયલ ટ્રેનો વધુ દોડાવવા રજૂઆત કરાઈ હતી, પણ ટ્રેનોમાં સુરક્ષા વધારવી જોઈએ.

Share :

Leave a Comments