વડોદરામાં પૂરક પરીક્ષાના પહેલા દિવસે ધો.12ની હોલ ટિકિટમાં છબરડાના લઇ વાલી-વિદ્યાર્થીઓમાં દોડધામ

વડોદરા સહિત રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાનો પ્રારંભ

MailVadodara.com - On-the-first-day-of-the-supplementary-examination-in-Vadodara-parents-and-students-ran-for-the-12th-hall-ticket

- ધો.12ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પહેલા સબ્જેક્ટનો એડ્રેસ બીજા સેન્ટરનો દર્શાવવામાં આવતા સ્થળ પર પહોંચેલા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 ની સામાન્ય પ્રવાહ તથા સાયન્સ પ્રવાહની પુરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો. ત્યારે ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે. આજે પરીક્ષાના પહેલા જ દિવસે વડોદરામાં વાલીઓ અને વિદ્યાર્થીઓેને હોલ ટિકિટના કારણે હેરાન થવાનો વારો આવ્યો હતો.

વડોદરા સહિત રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહ તથા સાયન્સ પ્રવાહની પુરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો. ધોરણ 12ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પહેલા સબ્જેક્ટનો એડ્રેસ બીજા સેન્ટરનો દર્શાવવામાં આવતા સ્થળ પર પહોંચેલા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી પૂરક પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. 


ધો.12ની પરીક્ષા શરુ થાય તે પહેલા કેટલાક વાલીઓએ અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, બે પેપરની પરીક્ષા માટે હોલ ટિકિટમાં બે સ્કૂલોનો ઉલ્લેખ કરાયો છે પણ કયા પેપર માટે કઈ સ્કૂલમાં પરીક્ષા આપવાની છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. જેના કારણે કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ જીવન સાધના સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને સ્કૂલમાં કહેવામાં આવ્યું હતું કે આજના પેપરની પરીક્ષા પોલોગ્રાઉન્ડ ખાતે બરોડા સ્કૂલમાં આપવાની છે.

વાલીઓએ પણ તંત્રની આ બેદરકારી અને હોલ ટિકિટમાં થયેલા છબરડાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, પરીક્ષા ચાલુ થવાને થોડો જ સમય બાકી હતો અને અમારે એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં દોડધામ કરવી પડી હતી. સારું હતું કે, વિદ્યાર્થીઓને સ્કૂલમાં એન્ટ્રી મળી હતી. હોલ ટિકિટમાં કયું પેપર કયાં આપવાનુ છે તેની સ્પષ્ટતા બરાબર થવી જોઈએ. આ રીતે વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન થાય તે યોગ્ય નથી.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વરસાદનું વાતાવરણ છે અને જ્યારે એક સેન્ટર પર ગયા ત્યારે અમને ખબર પડી કે અમારો નંબર આ સેન્ટર પર નહીં પણ બીજા સેન્ટર પર છે જેથી એક સેન્ટરથી બીજા સેન્ટર તરફ જવા માટે છ થી સાત કિલોમીટર સફળ કાપી આ વરસાદી વાતાવરણમાં પરીક્ષા આપવા માટે જીવના જોખમે વાહન ચલાવવું પડ્યું એ કેટલું યોગ્ય કહેવાય. તંત્રની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે. જો બીજા સેન્ટર પર અમારા બાળકોને એન્ટ્રી અપાઈ ના હોત તો તેમના ભવિષ્ય સાથે પણ ચેડા થયા હોત એવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા આપણા વિદ્યાર્થીઓના વાલીઓની મૂંઝવણ યથાવત પૂરક પરીક્ષામાં પાસ થયા બાદ એડમિશનને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે વાલીઓ પ્રાઇવેટ કોલેજ તરફ એડમિશનની ડોટ મુકશે તેવા એંધાણ વરતાઈ રહ્યા છે. પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તેવી તૈયારીઓ કરવામાં આવી છે. સુરક્ષિત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તેવી રીતની વ્યવસ્થા શાળા સંચાલક તેમજ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા બાદ ઓન એન્ડ એવરેજ વિદ્યાર્થીઓના પર્સન્ટેજમાં ઘટાડો થતો હોય છે ત્યારે એમએસ યુનિવર્સિટીમાં હાલ સામાન્ય પ્રવાહમાં એડમિશનને ચાલતો વાદવિવાદ મધ્યમ વર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અસમંજસ્તામાં મૂકી દીધો છે. ત્યારે વાલીઓ દ્વારા પણ એમ.એસ.યુના તંત્રને અનુરોધ કર્યો છે કે તેઓના બાળકો જે વડોદરા ના છે જેથી તેમણે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે જેથી એડમિશનને લઈને તેઓની મૂંઝવણ દૂર થાય.

Share :

Leave a Comments