સગીર પત્નીને વિદેશ લઈ જવા બોગસ દસ્તાવેજ બનાવનાર વૃદ્ધની ધરપકડ

રાજસિંહને અદાલતમાં રજૂ કરી તાલુકા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા

MailVadodara.com - Old-man-arrested-for-creating-bogus-document-to-take-minor-wife-abroad


વર્ષો અગાઉ સગીર પ્રેમિકાને બોગસ દસ્તાવેજો આધારે  વિદેશ લઈ જનારા વૃદ્ધ ની તાલુકા પોલીસે ધરપકડ કરી અદાલતમાંથી બે દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

તાલુકા પોલીસના જણાવ્યા મુજબ મુળ પોરબંદર ના અને ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા  રામ ઉર્ફે રાજસિંહ કુછડીયાના લગ્ન નાથીબેન સાથે  ૧૯૭૮ માં થયા હતા. લગ્ન બાદ રામ ઉર્ફે રાજસિંહ  ભારતમાં અવાર નવાર ભારત ફરવા આવતા હતા. આ દરમ્યાન જે તે સમયે તેમના થી  ૩૦ વર્ષ નાની  સગીર કન્યા સાથે  પ્રેમ થઈ ગયો હતો અને તેમણે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ વડોદરા ના ભાયલી ગામે  ભાડે રહ્યા હતા. તેમની પહેલી પત્ની પોલીસ ફરિયાદ કરી હતી. આ દરમ્યાન રામ ઉર્ફે રાજસિંહે સગીર પત્નીના બોગસ દસ્તાવેજ રજુ કરી પાસપોર્ટ બનાવી તેને લઈ ઇંગ્લેન્ડ જતાં રહ્યા હતા. રાજસિંહ સામે પોરબંદર અને વડોદરા તાલુકા મથકે  બે જુદી જુદી ફરિયાદો નોંધાઈ હતી અને તેમના વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી.  આ દરમ્યાન દિલ્લી આવતા જ રાજસિંહની ધરપકડ થઈ હતી. તાલુકા પોલીસ તેમનો કબ્જો મેળવી અદાલતમાં રજુ કરતાં અડાલતે તેમના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. તાલુકા પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી  હતી.

Share :

Leave a Comments