- ટ્રોલીબેગમાંથી 18.140 કિલો ગાંજો તેમજ મોબાઇલ, રોકડ, રેલ્વેની ચાર જનરલ ટિકીટો, મોબાઇલ ચાર્જર, ઇયરબર્ડસ મળી 1.87 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પરના એક બાંકડા પર બેસેલા ઓરિસ્સાના એક યુવાન પાસેથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાતા પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ઘરવામાં આવ્યુ હતું. ત્યારે ગઇકાલે બપોરના સમયે પ્લેટફોર્મ નં.-02 ઉપર રેલ્વે થાંભલા નંબર-22 પાસે એક બાંકડા ઉપર ગ્રે કલરની ટ્રોલીબેગ રાખી બેસેલ એક શંકાસ્પદ ઇસમને તેની પાસેની ટ્રોલીબેગમાં શું છે, તેમ પુછતા તેણે ટ્રોલીબેગમાં ગાંજો હોવાનું જાણાવેલ, તેનું નામ પુછતા બિશીકેશન લૌચન્દ્ર બેહેરઘલાઇ રહે. ગામ-બદાકાંગીયા, દાદાકાંગીયા, તા.બાલીગોડા, જી.કંઘમાલ, ઓડીશા જણાવતા તેને શકમંદ હાલતમા પકડવામાં આવેલ તેના કબજામાંથી મળી આવેલી ટ્રોલીબેગમાંથી રૂા.1.81 લાખ કિંમતનો 18.140 કિલો ગાંજો તેમજ એક ટ્રોલીબેગ, મોબાઇલ, રોકડ, રેલ્વેની ચાર જનરલ ટિકીટો, મોબાઇલ ચાર્જર, ઇયરબર્ડસ મળી કુલ રૂા.1.87 લાખનો મુદ્દામાલ કબજે કરી વડોદરા રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.