વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી ઊંચા અને જોખમી હોર્ડીંગ્સ ઉતારી લેવા મ્યુનિસિપલ કમિશનરની સૂચના

વાવાઝોડાને લઈ કોર્પોરેશન તંત્ર સાબદું, અત્યાર સુધી 80 થી વધુ હોર્ડીગ્સ ઉતારાયા

MailVadodara.com - Notification-of-Municipal-Commissioner-to-remove-high-and-dangerous-hoardings-from-various-areas-of-Vadodara

- મ્યુનિસિપલ કમિશનરે હોર્ડીગ્સની એજન્સીઓ સાથે બેઠક યોજી આગામી ત્રણ દિવસમાં ઊંચા હોર્ડીગ્સો ઉતારી લઇ તેની ઊંચાઈ ઘટાડવા સૂચના આપી


મહારાષ્ટ્રના મુંબઈમાં બનેલી દુર્ઘટના પરથી બોધપાઠ લઈ વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં ખાનગી માલિકીની જગ્યામાં લગાડવામાં આવેલા બિલ બોર્ડ અને હોર્ડિંગ્સ બોર્ડ ચોમાસાની ઋતુ અને વાવાઝોડાને ધ્યાનમાં લઇ ઉતારવાનું શરૂ કર્યું છે. 

વડોદરા શહેરમાં આવેલા મુખ્ય જગ્યાઓ જેમાં ચકલી સર્કલ, કાલા ઘોડા, સુસેન ચાર રાસ્તાથી જાંબુઆ રોડ, ભવન્સ સર્કલ, ખોડીયાર નગર ચાર રસ્તા, મહેસાણા નગર ચાર રસ્તા, છાણી કેનાલ રોડ વિસ્તાર, સરદાર એસ્ટેટ, વૃંદાવન, હરણી, માંજલપુર અને મકરપુરા સહિત વિવિધ વિસ્તારોમાં મોટા હોર્ડિંગ બોર્ડ દુર કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે તેની હાઈટ ઘટે તેવી હાલ કાર્યવાહી ચાલી રહી છે.


આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી ગતિમાં છે. જેમાં હોર્ડીંગ્સ ઉતારવા તે પણ એક કામગીરી છે. જેમાં ઊંચા હોર્ડીગ્સ છે તેને ઉતારી તેની હાઈટ ઓછી કરવા માટે અમારા લેન્ડ એન્ડ એસ્ટેટ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે કોઈ એડવર્ટાઇઝ એજન્સીસ છે તેઓ સાથે પણ મિટિંગ થઈ છે અને તેઓને પણ સૂચના આપવામાં આવી છે.

વધુમાં જણાવ્યું કે આવનાર ત્રણ દિવસમાં તમામ ઊંચા હોલ્ડિંગ્સ અમે કાઢી લઇ તેની હાઈટ ઘટાડવાની સૂચનાઓ આપવામાં આવી છે અને કાર્યવાહી હાલ ચાલી રહી છે. આ સાથે સ્ટ્રક્ચરના રિપોર્ટ પણ માગવામાં આવ્યા છે. સાથે સાથે જ તેની હાઈટ જો ઊંચી હશે તો તેમાં પણ ઘટાડો કરવામાં આવશે એક સેફટીના ધોરણે તેની ઊંચાઈ ઘટાડવા ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.


Share :

Leave a Comments