વડોદરા આરોગ્ય વિભાગમાં કરાર આધારિત ભરતી માટે પસંદ 554 વર્કરોને કાલથી હાજર થવા સૂચના

ઉમેદવારોની યાદી તથા નિમણૂંકના હુકમ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મૂકી દેવાયા

MailVadodara.com - Notification-for-554-workers-selected-for-contractual-recruitment-in-Vadodara-health-department-to-appear-from-tomorrow

- પસંદગી પામેલા ઉમેદવારો આગામી તારીખ 20 એપ્રિલ સુધીમાં હાજર ન થાય તો તેનું નામ રદ કરી વેઇટિંગ લિસ્ટમાંથી બીજાની પસંદગી કરી લેવાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત કુલ 554 વર્કરોની ભરતી માટે કરવામાં આવેલી પ્રક્રિયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોની પ્રથમ પસંદગી યાદી તથા તેઓના નિમણૂંકના હુકમ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે. પસંદગી પામેલા ઉમેદવારોએ પોતાના નિમણૂકના હુકમ જાતે ડાઉનલોડ કરી તારીખ 12 થી 20 એપ્રિલ સુધીમાં તેઓને યાદીમાં ફાળવવામાં આવેલા જે તે ઝોનની કચેરી ખાતે બાયોલોજીસ્ટ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. જો તારીખ 20 સુધીમાં કોઈ હાજર ન થાય તો પસંદગી યાદીમાંથી તેનું નામ રદ કરી વેઇટિંગ લિસ્ટમાંથી અન્યની જે તે જગ્યાએ તરત નિમણૂંક આપવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું છે. 

હજુ થોડા દિવસ પહેલા પ્રોવિઝનલ યાદીમાં જે ઉમેદવારના નામ હતા. તેઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશનની કામગીરી પ્લેનેટેરીયમ ખાતે એક અઠવાડિયું સુધી કરવામાં આવી હતી. અંદાજે 800 ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આ અગાઉ 554 વર્કરની ભરતી માટે ઓનલાઇન  અરજી મંગાવવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા જે ભરતી કરવાની છે તેમાં 106 પબ્લિક હેલ્થ વર્કર અને 448 પુરૂષ ફિલ્ડ વર્કરનો સમાવેશ થાય છે. પબ્લિક હેલ્થ વર્કર માટે અને ફિલ્ડ હેલ્થ વર્કર માટે કુલ 12,804 અરજી મળી હતી, જેમાંથી 6089 અરજીઓ માન્ય રહી હતી. 

વેરિફિકેશન બાદ સ્ક્રુટીની થયા પછી લાયકાત વગેરે ધ્યાનમાં રાખીને મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવી છે. જે હેલ્થ વર્કરો ફરજ પર લેવાશે તેઓ દ્વારા વાહક જન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી કરવામાં આવશે.

Share :

Leave a Comments