સિદ્ધનાથ તળાવ પાસેની લિટલ ફ્લાવર સ્કૂલના સંચાલકોને જાહેરમાં કચરો નાખવા બદલ નોટીસ

વિદ્યાર્થીઓએ ફાડી નાખેલા પુસ્તકોના કાગળ સ્કૂલ સંચાલકોએ રસ્તા નાખ્યા હતા

MailVadodara.com - Notice-to-administrators-of-Little-Flower-School-near-Siddhanath-Lake-for-littering-in-public

- આ વિશેની જાણ વોર્ડ ઓફિસર બી.એસ. વસાવાને થતાં સ્કૂલના સંચાલકોને નોટિસ પાઠવી દંડનીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મું


વડોદરા શહેરના સિધ્ધનાથ તળાવ પાસે આવેલી લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા જાહેરમાં કચરો નાખવાના મુદ્દે કોર્પોરેશનના વોર્ડ ઓફિસરે નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીઓએ ફાડી નાખેલા જૂના પુસ્તકો અને નોટબુકોના કાગળ સ્કૂલના સંચાલકો દ્વારા રોડ પર નાંખવામાં આવ્યા હતા.


વડોદરા શહેરના સિધ્ધનાથ તળાવ પાસે આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ આજે સવારે જૂના પુસ્તકો અને નોટબુકો ફાડીને કાગળીયા કચરા પેટીમાં ફેંક્યા હતા. જાેકે ખંડેરાવ માર્કેટની આજુબાજુના વિસ્તારની રાબેતા મુજબની સવારની સફાઈની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ આ સંચાલકોએ આ કાગળનો રસ્તા પર ઢગલો કર્યો હતો. જેને પગલે કાગળીયા ઊડીને આસપાસના વિસ્તારમાં ફેલાયા હતા. જાેકે આ વિશેની જાણ વોર્ડ ઓફિસર બી. એસ. વસાવાને થતાં તેઓએ સ્થળ પર પહોંચી ગયા હતા. કચરાની સાફ-સફાઇ કરાવી હતી. આ ઉપરાંત સ્કૂલના સંચાલકોને નોટિસ પાઠવી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મું હતું.


ઉલ્લેખનીય છે કે, સિધ્ધનાથ તળાવના બ્યુટિફીકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યા છતાં પણ તળાવમાં ગંદકી કરવામાં આવતી હતી. આજુબાજુમાંથી વેપારીઓ સિદ્ધનાથ તળાવમાં કચરો નાખી જતા હોવાની ફરિયાદ સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરે કરી હતી. જેને પગલે બે દિવસ પહેલાં જ  કોર્પોરેશને એક્શનમાં આવીને સિધ્ધનાથ તળાવની સફાઈ શરૂ કરી હતી.

Share :

Leave a Comments