- શિવજી કી સવારીના રૂટ પર ગલીમાંથી આવતો ટ્રાફિક શિવયાત્રાના રૂટ પર અવર-જવર કરી શકશે નહીં, ઇમર્જન્સીમાં જતા વાહનોને મુક્તિ આપવામાં આવી
આગામી 26 ફેબ્રુઆરીએ વડોદરા શહેરમાં યોજાનારી શિવજી કી સવારીને અનુલક્ષીને ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર શિવજી કી સવારીના રૂટ પર બપોરે એક વાગ્યાથી શિવજી કી સવારી પૂર્ણ થાય ત્યાં સુધીનો પાર્કિંગ, નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. આ ઉપરાંત પ્રતિબંધિત રસ્તાઓ અને વૈકલ્પિક રસ્તાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે.
તા.26/02/2025 બપોરના 1 વાગ્યાથી વાડી, રણમુકતેશ્વર મહાદેવ મંદિરથી નીકળી વિહાર સિનેમા ચાર રસ્તાથી જમણી બાજુ વળી, નાની શાકમાર્કેટ, ચોખંડી ચાર રસ્તા, ગેંડીગેટ દરવાજા, માંડવીથી ડાબી બાજુ વળી, એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજાથી સીધા લાલકોર્ટથી ડાબી બાજુ વળી વીરભગતસિંહ ચોક સર્કલથી જમણી બાજુ વળી, રાજમહેલ રોડ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી જમણી બાજુ વળી, દાંડીયાબજાર ચાર રસ્તાથી જમણી બાજુ વળી, ફાયર બ્રિગેડ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, મહારાણી સ્કુલ ત્રણ રસ્તા (સર્મથ ચોક) ખાતે મહાઆરતી થશે. ત્યારબાદ, સુરસાગર પાળેથી નીકળી પ્રતાપ સિનેમાથી ડાબી બાજુ વળી, ગાંધી નગરગૃહ, જયુબેલીબાગ સર્કલથી ડાબી બાજુ વળી રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તાથી સીધા ફુલબારીનાકા, કૈલાસપુરી સુધીનો સમગ્ર રોડની બન્ને સાઇડે તમામ પ્રકારના વાહનો માટે સંપુર્ણપણે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમ-જેમ શિવયાત્રા આગળ વધશે તેમ-તેમ ટ્રાફિક ડાયવર્ઝનની કામગીરી કરવામાં આવશે. શિવજી કી સવારીના રૂટ પર ગલીમાંથી આવતો ટ્રાફિક શિવયાત્રાના રૂટ પર અવર-જવર કરી શકશે નહીં.
આ જાહેરનામામાંથી શિવજી કી સવારીમાં જોડાયેલા વાહનો, બંદોબસ્તમાં રોકાયેલા પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ઇમર્જન્સીમાં જતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે.