કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીએ ડોક્ટરની જમીનમાં ધૂસી ધમકી આપી

હંમેશા વિવાદમાં રહેતા..

MailVadodara.com - Nilesh-Purani-chairman-of-the-executive-committee-threatened-to-destroy-the-doctors-land

- મારી જમીનમાં ધૂસી નિલેશ પુરાણી ગેરકાયદેસર રીતે વીડિયો ગ્રાફી કરી ધમકી આપે છે : ડૉ. શૈલેષ શાહ

-ડોક્ટર એમનું ગુન્હાહિત કૃત્ય છુપાવવા મારી વિરુદ્ધ ફરિયાદ કરે છે : નિલેશ પુરાણી

વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. વાઘોડિયા ના ડોકટરે તેમની જમીનમાં ધૂસી જઈ નિલેશ પુરાણી ધાક ધમકી આપતા હોવાના આક્ષેપો કર્યા છે. જો કે નિલેશ પુરાણીએ આક્ષેપો સામે ડોક્ટર સામે લેન્ડગ્રેબિંગના વળતા આક્ષેપો કર્યા હતા.


   જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી છાશવારે વિવાદમાં આવે છે. વાઘોડિયાના ડૉ. શૈલેષ શાહ નું કહેવું છે કે માડોધર રોડ પર આવેલી મારી જમીન મે કાયદેસર બીન ખેતી કરાવી બાંધકામ માટે ઓન લાઈન અરજી કરી છે. મારી જમીન પાછળ નિલેશભાઈનું ખેતર આવેલું છે. નિલેશભાઈ રસ્તા માટે મારી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મારા મજૂરોને ધમકાવે છે.

   બીજી તરફ નિલેશ પુરાણીનું કહેવું છે કે મારી જમીનમાંથી સાડા આઠ મીટરનો નાળિયા રસ્તો વર્ષોથી હતો જે ડૉ. શૈલેષ શાહે બંધ કરી દીધો છે. નવા નકક્ષામાં રસ્તો ગાયબ કરી વગર પરવાનગીએ બાંધકામ કરી રહ્યા છે.  એમની સામે લેન્ડગ્રેબીગની ફરિયાદ વાઘોડિયા પોલીસને આપી છે. કોર્ટમાં પણ દાવો દાખલ થશે. એમનું ગુન્હાહિત કૃત્ય છુપાવવા મારી વિરુદ્ધ ફરિયાદ કરે છે.

      રસ્તાના વિવાદમાં વાઘોડિયા પોલીસ મથકના પો. ઈ. જાડેજાનું કહેવું છે કે બંને પક્ષે FIR કરવાની અરજી આવી છે. અમે તપાસ કરી રહ્યા છે.

Share :

Leave a Comments