- પોલીસ કમિશનરે કહ્યું, રામનવમીની શોભાયાત્રાથી લઇને નાગરિકોની સુખાકારી માટે આગામી સમયમાં અનેક પગલાં લેવામાં આવશે
લોકસભાની ચૂંટણીની આચારસંહિતા વચ્ચે આજે વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે ચાર્જ સંભાળ્યો છે. પોલીસ કમિશનર દ્વારા રામનવમીની શોભાયાત્રાથી લઇને નાગરિકોની સુખાકારી માટે આગામી સમયમાં અનેક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું છે.
વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આજે ચાર્જ સંભાળ્યો છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગૃહવિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરની વડોદરા શહેર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આજે પદભાર સંભાળ્યો છે. વડોદરા મધ્ય ગુજરાતમાં સૌથી અતિ મહત્વનું શહેર છે. અને એક ઉભરાઇ રહેલું મેટ્રોપોલિટન સિટી છે. વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. રાજ્યના એડમિનીસ્ટ્રેટીવ સિસ્ટમમાં વડોદરા મહત્વનું શહેર છે. પોલીસીંગ સ્તરે પણ એક પડકારજનક શહેર છે. વડોદરા મુંબઇ-દિલ્લી ઇકોનોમીક કોરીડોર પર આવેલું છે. ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ, સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ પણ આવેલી છે. શહેર ટ્રેડિશનલ ક્રાઇમ, સાયબર ક્રાઇમ, ફાઇનાન્શિયલ ક્રાઇમ જેવા પડકારોને પહોંચી વળવા વડોદરા પોલીસ સક્ષમ છે. આવનાર દિવસોમાં સામાન્ય પોલીસીંગ અને ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે સાયબર ક્રાઇમ, ફાઇનાન્શિયલ ક્રાઇમ પર ફોકસ રહેશે.
વધુમાં તેમણે કહ્યું કે, નજીકના ભવિષ્યમાં લોકસભા 2024 ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. નોમિનેશન ચાલુ થઇ ગયું છે. આદર્શ આચાર સંહિતા લાગુ છે. શાંતિ પૂર્વક ચૂંટણી પૂર્ણ થાય તે માટે વડોદરા પોલીસ સક્રિય રહેશે. શહેરીજનોને સંપૂર્ણ સાથ-સહકાર મળશે. લોકોની સુખાકારી માટે અનેક પ્રયત્નો કરવામાં આવશે. રામનવમીના પરીપ્રેક્ષમાં ઝીણવટભરી ડિપ્લોયમેન્ટ કરવાની તૈયારી છે. તેની તૈયારીઓ થઇ ગઇ છે. આજે ચાર્જ લીધા બાદ સિક્યોરીટી વ્યવસ્થાની સમીક્ષ થશે. આયોજકો, સંબંધિત ડિપાર્ટમેન્ટ અને શોભાયાત્રાની સંવેદનશીલતાના ધ્યાને રાખીન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવા પ્રયાસો રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં ફોર્સ મુકવી, સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાતી, ખાસ સાધનો અને ટુલ-કીટ સહિત મુકી વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે. શહેરની સુરક્ષા અને સલામતી માટે જે કંઇ કરવાની અને જે પ્રકારના નેતૃત્વની જરૂરત છે તે કરવા માટે આપણે તૈયાર છે.