વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ઇન્ટર્નલ એસેસમેન્ટ માર્કસ જોવા નવી સિસ્ટમ શરૂ

MailVadodara.com - New-system-launched-to-view-internal-assessment-marks-at-MS-University-Vadodara

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટસના આંતરિક મૂલ્યાંકનના માર્કસ જોવા માટે નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. એકેડેમિક ટ્રાન્સપરન્સી અને વિદ્યાર્થી સશક્તિકરણને મજબૂત કરવાની દિશામાં આ એક અગત્યનું પગલું ગણાવાઈ રહ્યું છે. ઇન્ટર્નલ એસેસમેન્ટ અને કંટીન્યુઅસ કોમ્પ્રિ હેન્સિવ ઇવેલ્યુએશનના માર્કસ જોવા માટે આ એક નવી ડિજિટલ સિસ્ટમ છે.  જે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રો. ધનેશ પટેલ અને એક્ઝામિનેશન કંટ્રોલર પ્રો. ભાવના મહેતાએ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરના ટેકનિકલ સહયોગથી શરૂ કરી છે. આ નવી સુગ્રથિત સિસ્ટમ યુનિવર્સિટીના એમએસયુ આઈએસ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. જેના દ્વારા એનરોલ્ડ થયેલા તમામ વિદ્યાર્થીઓ પોતાના ઇન્ટર્નલ એસેસમેન્ટ અને કન્ટીન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન માર્કસ જોઈ શકશે.

આ સુવિધા દરેક સ્ટુડન્ટના વિદ્યાર્થી લોગીન દ્વારા ઉપલબ્ધ થશે. જે શૈક્ષણિક વર્ષ 2021થી આયોજિત તમામ મૂલ્યાંકનોને આવરી લેશે. એકવાર ફેકલ્ટીઓ પોર્ટલ પર માર્કસ અપલોડ કરે તે પછી સ્ટુડન્ટ તરત જ તેને જોઈ શકશે. 

આ સિસ્ટમ શરૂ કરવાનો હેતુ રિઝલ્ટમાં થતો વિલંબ ઓછો કરવો, ભૂલો  ઘટાડવી તેમજ સ્ટુડન્ટ અને ટીચર્સ વચ્ચેના સંવાદને વધુ પારદર્શક બનાવવાનો છે. તમામ સ્ટુડન્ટને પોતાના માર્કસ ધ્યાનપૂર્વક જોઈ જવા અને ફાઈનલ રિઝલ્ટ ડિકલેર થાય તે પૂર્વે કોઈ ક્ષતિ હોય તો તે અંગે સંબંધિત ફેકલ્ટી વિભાગને જાણ કરવા કહ્યું છે. તમામ ફેકલ્ટી ડીન અને ટીચિંગ સ્ટાફને યુનિવર્સિટીના આ ડેવલપમેન્ટ પ્રત્યે વિદ્યાર્થીઓને જાગૃત કરવા કહ્યું છે.

Share :

Leave a Comments