કારેલીબાગમાં અકસ્માત કરનાર રક્ષિતને MSUમાંથી સસ્પેન્ડ કરવાની માંગ સાથે NSUI દ્વારા સૂત્રોચ્ચાર

NSUIએ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

MailVadodara.com - NSUI-raises-slogans-demanding-suspension-of-Rakshit-from-MSU-for-causing-accident-in-Karelibagh

- કારચાલક રક્ષિત ચોરસિયા એમ. એસ. યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે

- ડીન સાથે ચર્ચા કરીને જે કઈ નિર્ણય લેવાનો થશે તે લઈશું : ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર

વડોદરામાં હોલિકા દહનની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત થયો તે સૌ કોઈએ જોયું છે. ત્યારે કારચાલક રક્ષિત ચોરસિયા એમ. એસ. યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. ત્યારે તેને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે NSUI દ્વારા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

NSUI દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તારીખ 13ના રોજ કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં જે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આરોપી રક્ષિત ચોરસિયા એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લીધે ચકચાર મચી જવા પામી છે. ત્યારે યુનિવર્સિટીનું નામ બદનામ થઈ રહ્યું છે. જે વિદ્યાર્થીએ કાયદા અંગે અભ્યાસ કરતો હોય અને પોતે જ કાયદાના નિયમનો પાલન ન કરતો હોય તેવા વિદ્યાર્થીને આ યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે NSUI દ્વારા હેડ ઓફિસ ખાતે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આરોપી રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેમાં કરી છે.


આ અંગે NSUIના ઉપપ્રમુખ તેજસ જણાવ્યું હતું કે, વડોદરામાં અકસ્માત સર્જાય છે તે ગંભીર ઘટના છે. જેમાં રક્ષિત ચીરસીયા નામનો વિદ્યાર્થી એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થી દ્વારા નશાની હાલતમાં અકસ્માત સર્જવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ દુઃખદ ઘટના છે. આ વ્યક્તિ પોતે લોનો અભ્યાસ કરે છે અને કાયદાનો જાણકાર હોવા છતાં અચાનકમાં ડ્રાઇવિંગ કરી રહ્યો છે. ત્યારે આ યુનિવર્સિટીમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે તમે આજે વિરોધ નોંધાવ્યો છે.


આ અંગે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે જણાવ્યું હતું કે, હવે રક્ષિત ચોરસિયા લો ફેકલ્ટીમાં ચોથા વર્ષમાં અને આઠમાં સેમિસ્ટરમાં અભ્યાસ કરે જે જે અન્ય રાજ્યનો છે. તે પીજીમાં રહે છે. અમારી પાસે જે માહિતી આવી છે તે પ્રમાણે ડીન સાથે ચર્ચા કરીને જે કઈ નિર્ણય લેવાનો થશે તે લઈશું.

Share :

Leave a Comments