- નવાપુરા પોલીસને CCTV આપ્યા છતાં પોલીસ ઠેર ની ઠેર
વડોદરા શહેરમાં નાની મોટી ચોરીના બનાવો સતત વધી રહ્યા છે એવામાં બગીખાના વિસ્તારમાં આવેલી રાજદીપ સોસાયટીમાં ફરી એકવાર ચોરીનો પ્રયાસ થયો હતો.
વડોદરા શહેરની રાજદીપ સોસાયટીમાં મકાન નંબરB 226 માં એક દિવસ પહેલા પહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ તસ્ક્રોએ બંધ મકાન ના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. સોસાયટીના રહીશો ને ઘટના ની જાણ થતાં CCTV ના આધારે જાણવા મળ્યુ કે તસ્કરો ચોરી કરવા આવ્યા હતા. જો કે તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો કે નવાપુરા પોલીસે ચોરીના પ્રયાસની માહિતી મેળવ્યા સિવાય કાંઈ ઝાઝું કર્યું ન હતું . પોલીસ ચોરીના પ્રયાસ બાદ નક્કર કાર્યવાહી કરે એવી માંગ રહીશો કરી રહ્યા છે.
નવાપુરા પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા તસ્કરો જલ્દી થી પકડાઈ જાય એવી માંગ સાથે રહીશોએ પોલીસ સામે સવાલો પણ ઉઠાવ્યા હતા.