વડોદરાને સ્વચ્છતામાં અગ્રતા ક્રમે લાવવા પાલિકાએ રૂપિયા 1.16 કરોડના ખર્ચે કન્સલ્ટન્ટની નિમણૂક કરી

દેશના શહેરોની સ્વચ્છતા માટે યોજાયેલી હરીફાઈમાં વડોદરાનો 33મો નંબર હતો

MailVadodara.com - Municipality-appoints-consultant-at-a-cost-of-Rs-1-16-crore-to-make-Vadodara-a-priority-in-cleanliness

- ઇન્દોરની કન્સલ્ટન્ટ કંપનીને કન્સલ્ટિંગ તરીકે નિમણૂક કરવામાં આવી

ગત વર્ષોમાં સ્વચ્છતામાં 33માં નંબર ઉપર ધકેલાઈ ગયેલા વડોદરા શહેરને સ્વચ્છતામાં અગ્રતા ક્રમે લાવવા માટે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા રૂપિયા 1.16 કરોડના ખર્ચે કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે. સ્થાયી સમિતિની બેઠકમાં વડોદરાને સ્વચ્છ બનાવવા માટે કન્સલ્ટન્ટ નિમણૂકની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 16 કામો પણ મંજૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા મહાનગર સેવાસદનમાં છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી સત્તા ભોગવી રહેલા ભાજપાના શાસનમાં વડોદરા શહેરનો વિકાસ કરવામાં તો ઠીક પરંતુ, વડોદરા શહેરની સ્વચ્છતા જાળવવામાં પણ ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. ગત વર્ષોમાં દેશના શહેરોની સ્વચ્છતા માટે યોજાયેલી હરીફાઈમાં વડોદરા શહેરનો સ્વચ્છતામાં 33મો નંબર આવ્યો હતો. જે અંગે વડોદરા પાલિકાની ભારે ટીકા થઈ હતી. જેના પગલે વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે રૂપિયા 1.16 કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યું છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ઇન્દોરની કન્સલ્ટન્ટ કંપનીને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા માટે કન્સલ્ટિંગ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા માટે કન્સલ્ટીંગની નિમણૂક કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી હતી. જે દરખાસ્તને આજે સર્વાનુમતેનું મતે મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 16 કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, વડોદરા કોર્પોરેશનના કાઉન્સિલરોની ટીમ દ્વારા ઇન્દોર શહેરમાં કેવી રીતે સ્વચ્છતાની જાળવણી કરવામાં આવે છે તે માટે ગઈ હતી અને તેઓના અભ્યાસ બાદ ઈન્દોરની કંપનીને કન્સલ્ટિંગ તરીકે નીમવા જોઈએ એવા સૂચનો કર્યા હતા. જે સૂચનોને ધ્યાનમાં લઈને ઈન્દોરની કંપનીને કન્સલ્ટિંગ તરીકે નિર્ણય લેવામાં આવ્યો છે. કન્સલ્ટન્ટની નિમણૂક કરાતા વડોદરા શહેર સ્વચ્છ અને સુંદર બનશે એવી આશા છે. ઉપરાંત વડોદરા શહેરનો ગત વર્ષોમાં 33માં નંબરે સ્વચ્છતામાં પાછળ ગયેલો નંબર અગ્રતા ક્રમે આવશે એવી પણ આશા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા અને વિકાસની દ્રષ્ટિએ રાજ્યના અન્ય શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પાછળ હોવાનું ખુદ રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપા પ્રમુખ પણ જાહેરમાં બોલી ચૂક્યા છે. ત્યારે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે રૂપિયા 1.16 કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ ખર્ચ પછી પણ વડોદરા શહેર સ્વચ્છ અને સુંદર બનશે કે નહીં તે તો સમય બતાવશે.

Share :

Leave a Comments