વડોદરા શહેરમાં પાલિકાના ગ્રાઉન્ડ પર યોજાતા ગરબામાં આયોજકો ધર્મ ના ધંધો કરતા હોવાના આક્ષેપો વિશ્વામિત્રી બચાવ સમિતિ એ કર્યા છે. વિશ્વામિત્રી બચાવ સમિતિએ એક રૂપિયા ટોકન ભાડે આપવાનો વિરોધ કર્યો હતો.
વિશ્વામિત્રી બચાવ સમિતિએ પાલિકાના એક રૂપિયા ટોકન ભાડે લઈ યોજાતા ધંધાદારી ગરબાનો વિરોધ કર્યો છે. વિશ્વામિત્રી બચાવ સમિતિનું કહેવું છે કે વડોદરા સેવાસદન દ્વારા નવરાત્રી પર્વ માં વડોદરા શહેરમાં કોર્પોરેશન હસ્તકના જે મેદાનો છે તે કોઇપણ પ્રકારની લાગત લીધા વિના ગરબા કરવા માટે માત્ર રૂ.૧ના ટોકન ભાડે ધંધાદારી ગરબા આયોજકો ને અઢળક કમાવા દેવા માટે નગરજનો ના ભોગે આપવામાં આવે છે, જેનો કેટલાક ગરબા આયોજકો દુરુપયોગ કરી અને કોર્પોરેશન પાસેથી ટોકન ભાડે મેદાન મેળવી અને રીતસરનો ધંધો જ કરે છે, આ ધંધાદારી ગરબા આયોજકો ટોકન ભાડે મેદાન મેળવે છે, રોડ રસ્તા તોડી ને સ્પોન્સર ના બોર્ડ લગાવે છે, ગરબા રમવા અને જોવા માટે નગરજનો પાસેથી ટીકીટ અને પાસ ના નામે મોટી રકમ રૂપિયા વસુલે છે, સ્કુટર સ્ટેન્ડ તરીકે રૂપિયા વસુલે છે, ખાણીપીણી ના સ્ટોલ લગાવી અઢળક કમાય અને મબલખ કમાણી કરે છે, વડોદરા કોર્પોરેશન ની માલિકી ના મેદાનો કે ગ્રાઉન્ડ એટલે નગરજનો ની માલિકી ના ગણાય જેમાં આપશ્રીઓ દ્વારા ચોક્કસ લોકો ને કમાવા અને ફાયદો કરાવવા માટે પોતાની સત્તા નો દુરુપયોગ કરી ને માત્ર ટોકન એક રૂપિયા માં નગરજનો ના મેદાનો આપી દઈ નગરજનો ને ગરબા જોવાના પાસ વેચી લુટ ચલાવાય છે.
એક તરફ નગરજનો ના ઘરવેરા ના રૂપિયા માંથી મેદાનો સાફ કરાવી જાળવણી કરવાની, ધંધાદારી ગરબા આયોજકો સ્પોન્સર ના હોર્ડિંગ બોર્ડ મારે તે ખાડા પાડેલા પણ નગરજનો ના ઘરવેરા ના રૂપિયા માંથી પુરાણ કરી મરામત કરવાના અને રોડ રસ્તા માં અવરોધ ઉભા કરી ને નગરજનો ને મુશ્કેલી આપવાની અને તેમાય આp લોકો (શાશકો )જો ધંધાદારી ગરબા આયોજકો જે આપ ના ફિક્સ કરેલા ચોક્કસ વ્યક્તિઓ કે સંસ્થાઓ છે તેમને કમાવા દેવા વડોદરા કોર્પોરેશન ના મેદાનો આપી દેશો તો એ પોતાની સત્તાનો દુરુપયોગ કરી ને આવી ચોક્કસ વ્યક્તિ કે સંસ્થા ને ફાયદો કરાવવાના અને તે પણ વડોદરા કોર્પોરેશન ના નુકશાનના ભોગે થાય ગણાય જે ગંભીર પ્રકારનો ગુન્હો ગણાય. જેથી એક રૂપિયા ટોકન થી ગરબા ગ્રાઉન્ડ ધંધાદારી ગરબા આયોજકો ને આપવા નહિ. આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારો અબાધિત અધિકાર રહેશે.