વડોદરાના તળાવોની સુંદરતા વધારવા પાલિકા દ્વારા રંગબેરંગી ફુવારા મુકવાનું આયોજન

સમા તળાવ ખાતે ફુવારો કાર્યરત બનતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

MailVadodara.com - Municipalities-plan-to-put-up-colorful-fountains-to-enhance-the-beauty-of-Vadodara-lakes

વડોદરા શહેરની રોનકમાં વધારો કરવા હવે વડોદરા કોર્પોરેશનને તળાવમાં રંગબેરંગી ફુવારા મુકવાનું આયોજન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે સમા તળાવ ખાતે ફુવારો કાર્યરત બનતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

વડોદરા કોર્પોરેશન બાગ-બગીચાઓમાં ફુવારાની માવજત કરી શક્યું નથી. જેના કારણે ઘણા સ્થળોએ ફુવારા ભંગાર હાલતમાં ફેરવાયા છે. ત્યારે હવે વડોદરા કોર્પોરેશનએ મોટા તળાવોમાં રંગબેરંગી ફુવારા મુકવાનું આયોજન હાથ ધર્યું છે. શહેરના સમા તળાવ ખાતે હાલ ફુવારો કાર્યરત બનતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત પણ અન્ય બે સ્થળોએ આ પ્રકારના ફુવારા તળાવમાં કાર્યરત કરાયા છે. અને હવે મોટાભાગના તળાવમાં આ પ્રકારના ફુવારાની સુવિધા ઊભી કરવાનું તંત્રનું આયોજન છે.  શહેરની શોભામાં વધારો કરતાં આ પ્રકારના આયોજન બાદ મેન્ટેનન્સની પ્રક્રિયા સતત રહે તે પણ જરૂરી બને છે.

Share :

Leave a Comments