શહેરમાં કચરો ઉપાડવા માટે પાલિકા તંત્રએ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર જોડે કરોડો રૂપિયાના ખર્ચે કામ કરાવવા માટે કરાર કર્યા છે. તે માટે થયેલા કરારોનો વારંવાર ભંગ થતો જોવા મળી રહ્યો છે. ડોર ટુ ડોર તરફથી યોગ્ય સુવિધા મળતી નથી એવા અનેક આક્ષેપ પાલિકાની સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષના કોર્પોરેટરો કરી ચૂક્યા છે ત્યારે નાગરિકો પણ પોતાની ફરિયાદનું નિવારણ ન આવતું હોવા મામલે અવારનવાર રોષ ચાલી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારમાં ડોર ટુ ડોરના વાહનો સાથે ફરતા કચરા ભરેલા ટ્રેક્ટર ઉપર કોઈપણ પ્રકારનું કાપડ ઢાંકેલું જોવા મળતું નથી. ઉપરાંત આવા વાહનોમાં પાછળના ભાગે નંબર પ્લેટ નહીં હોવાની બાબત પણ સ્પષ્ટ જણાઈ રહી છે.