પાલિકાના શાસકો અને અધિકારીઓએ શહેર શું મેરેથોને ગીરવે મૂક્યું છે...??

વડોદરામાં જોખમી વિકાસનું વરવું સ્વરૂપ..!!

MailVadodara.com - Municipal-rulers-and-officials-have-mortgaged-the-city-to-Marathon

- રાજમહેલ રોડ પર હોર્ડિંગ્સ રોડ પર ઠોકી બેસાડ્યા અને સત્તાધીશો ધૂતરાષ્ટ્ર બન્યા..?



- દશ ફૂટ ની ઉંચાઈએ લગાવવાના હોર્ડિંગ્સ વાહન ચાલકો માટે જોખમી બંને એવી રીતે પાંચ ફૂટે લાગ્યા..!


વડોદરા શહેરને ઉદ્યોગપતિઓ અને માલેતુજારો ચલાવે છે એવું ભૂતકાળમાં વડોદરાના ધારાસભ્યો કહી ચુક્યા છે. આ વાત આજે  પણ એવી જ લાગે છે. શહેરમાં કોઈપણ કાર્યક્રમ હોય તો તેમાં પાલિકા અને પોલીસ કાયદા અને નીતિ નિયમોનું પાલન કરાવવા ઉત્સાહી જોવા મળે છે. પરંતુ જ્યાં વગદાર લોકો સામે આવે એટલે પાલિકાના શાસકો અને પોલીસ ધૂટણીયે પડી જાય છે. પાલિકાના શાસકો અને અધિકારીઓ છત્તી આંખે ધૂતરાષ્ટ્ર બની જાય છે. નવલખી મેદાન બહાર રાજમહેલ રોડ પર મેરેથોનના મસ મોટા હોર્ડિંગ્સ રોડ પર ઠોકી બેસાડવામાં આવ્યા છે. ફૂટપાથ આખો ઢંકાઈ જાય અને અકસ્માત ને આમઁત્રણ આપે એવા હોર્ડિંગ્સ અહીં થી એરકન્ડિશન કારમાં પસાર થતા અધિકારીઓ અને મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ડે. મેયર ને નજરે નહીં પડતાં હોય..? નિયમ મુજબ હોર્ડિંગ્સ રોડ થી દશ ફૂટની ઉંચાઈએ લગાવવાના હોય છે. અહીં તો હોર્ડિંગ્સ માંડ પાંચ ફૂટ ની હાઈટ પર લગાવવામાં આવ્યા છે, અને એ પણ વાસના થાંભલા પર ઠોકી બેસાડવામાં આવ્યા છે. શહેરમાં વિકાસનો દાવો કરતા શાસકોની અણ આવડત ની ચાડી ખાતા જોખમી હોર્ડિંગ્સથી અકસ્માત થાય તો જવાબદાર કોણ..??


Share :

Leave a Comments