- પાણીની ટાંકી અને સંપની સફાઈની કામગીરી મોડી રાત સુધી ચાલશે જેથી બીજે દિવસે સવારનું પાણી પણ હળવા દબાણથી અને વિલંબથી આપવામાં આવશે
વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીની ટાંકી તથા સંપની સફાઈ ઝુંબેશની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ગોત્રી સ્થિત ગાયત્રીનગર પાણીની ટાંકી અને સંપની સફાઈની કામગીરી તારીખ 20મીના રોજ હાથ ધરવામાં આવનાર છે. જેથી તારીખ 20મી સાંજનું પાણી ગાયત્રીનગર પાણીની ટાંકીના કમાન્ડ વિસ્તારમાં વિતરણ કરવામાં આવશે નહીં જેથી પાણીનો કકળાટ સર્જાશે તેમ જાણવા મળે છે.
વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી જાહેરાત મુજબ, ગોત્રી ગાયત્રીનગર પાણીની ટાંકી અને સંપની સફાઈની કામગીરી તારીખ 20 ના રોજ હાથ ધરવામાં આવનાર છે. જેથી તારીખ 20મીના રોજ સાંજના સમયનું પાણી વિતરણ કરી શકાશે નહીં તેને ધ્યાનમાં રાખી ગાયત્રીનગર અને તેની આસપાસના વિસ્તારના લોકોએ પાણીનો અગાઉથી સંગ્રહ રાખવા જણાવ્યું છે. ગાયત્રીનગર પાણીની ટાંકી અને સંપની સફાઈની કામગીરી મોડી રાત સુધી ચાલશે જેથી બીજે દિવસે સવારનું પાણી પણ હળવા દબાણથી અને વિલંબથી આપવામાં આવશે.
આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે, ગાયત્રી નગર પાણીની ટાંકીના વિસ્તારમાં રહેતા ત્રણ લાખથી વધુ લોકોને તારીખ 20 મીના રોજ સાંજના સમયનું પાણી મળશે નહીં જ્યારે તારીખ 21મી ના રોજ સવારનું પાણી પણ ઓછા પ્રેશરથી અને વિલંબથી મળશે જ ત્યારે ત્રણ દિવસ પાણીનો કકળાટ સર્જાશે.