- વોર્ડ નં. ૪,૫,૬,૧૪ અને ૧૫માં વેરો ભરવાની છેલ્લી તા.૧૮ ફેબ્રુઆરી, ૭૨૪ કરોડના લક્ષ્યાંક સામે ૫૫૪ કરોડ આવક થઇ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસુલાત માટે તા.૩૦ જાન્યુઆરીથી મિલકતો સીલ કરવાની કામગીરી ચાલુ કરાઇ છે. અત્યાર સુધીમાં ૧૬ દિવસમાં ૨૪ હજારથી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે.
શહેરના પૂર્વ ઝોનમાં સમાવિસ્ટ વોર્ડ નં.૪, ૫, ૬, ૧૪ અને ૧૫માં વેરો ભરવાની છેલ્લી તારીખ ૧૮ ફેબુ્રઆરી છે, એ પછી નિયમ મુજબ દંડની વસુલાત બાકી વેરો વસુલ કરવાની કામગીરી દરમિયાન થશે.
ચાલુ વર્ષનો સામાન્ય કરની આવકનો લક્ષ્યાંક ૭૨૪ કરોડ છે. જેની સામે અત્યાર સુધીમાં ૫૫૪ કરોડ આવક થઇ છે. હાલ રહેણાંક અને બિન રહેણાંક મિલકતોના વેરાની વસૂલાત માટે ૮૦ ટકા વ્યાજ માફીની યોજના ચાલુ છે તેનો લાભ લઇ બાકી વેરો ભરી દેવા કોર્પોરેશને અપીલ કરી છે.