શહેરના 5 પોલીસ મથકમાં પકડેલી 15 હજારથી વધુ દારૂની બાટલો પર બુલડોઝર ફેરવી દેવાયું

વડોદરા શહેર પોલીસ દ્વારા ચિખોદરા ગામે પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કરાયો

MailVadodara.com - More-than-15-thousand-bottles-of-liquor-seized-in-5-police-stations-of-the-city-were-bulldozed

- ઝોન-3 અંતર્ગત આવતા પાણીગેટ, વાડી, કપુરાઇ, મકરપુરા અને માંજલપુર પોલીસ મથકમાં પકડાયેલા અંદાજીત 33.44 લાખ રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો


વડોદરા પોલીસ દ્વારા નવા વર્ષે પણ પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં શહેરના પાંચ પોલીસ મથકમાં પકડાયેલી 15 હજારથી વધુ દારૂની બોટલો પર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અને તેનો નાશ કરવામાં આવ્યો છે. આ તકે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિતેલા વર્ષના અંતિમ મહિનાઓથી દારૂનો નાશ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે આજદિન સુધી ચાલી રહ્યું છે.

વડોદરા શહેર પોલીસ દ્વારા તરસાલી ખાતે આવેલા ચિખોદરા ગામે પ્રોહીબીશનના મુદ્દામાલનો મોટી સંખ્યામાં નાશ કર્યો છે. ખુલ્લા મેદાનમાં પાથરેલી દારૂની બોટલ પર સરકારી બુલડોઝર ફર્યું છે. આ કાર્યવાહી સમયે સંબંધિત પોલીસ મથકના થાણા ઇન્ચાર્જ, એસીપી, એસડીએમ તથા અન્ય જરૂરી અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. કાર્યવાહીમાં કેટલોક પ્રોહી.નો મુદ્દામાલ જુનો હોવાથી તેની મંજુરી મળ્યા બાદ તેને નિકાલ અર્થે લાવવામાં આવ્યો હોવાનું DCP એ મીડિયાને જણાવ્યું છે. 

DCP અભિષેક ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે, ઝોન-3 અંતર્ગત આવતા પાણીગેટ, વાડી, કપુરાઇ, મકરપુરા અને માંજલપુર પોલીસ મથકમાં પકડાયેલા પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં બે ડિવિઝન E અને Fના ACP તથા SDM સાહેબ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યવાહીમાં 115 જેેટલા ગુનાઓ અંતર્ગત પકડવામાં આવેલી 15 હજારથી પણ વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. કુલ મુદ્દામાલની અંદાજીત કિંમત રૂપિયા 33.44 લાખ જેટલી થવા પામે છે. નાશ કરાયેલા જથ્થામાં એક-બે વર્ષ જુનો મુદ્દામાલ હતો. કેટલાક પોલીસ મથક વિસ્તારમાં કોર્ટમાંથી મંજુરી મળતા જ નીકાલ કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments