વડોદરા શિક્ષણ સમિતિની ત્રણ શાળાની 100થી વધુ વિદ્યાર્થિનીઓને એર રાયફલ શૂટિંગની તાલીમ અપાઇ

સામાજિક કાર્યકર દ્વારા આજે વિશેષ એર રાઇફલ ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો

MailVadodara.com - More-than-100-girl-students-of-three-schools-of-Vadodara-Education-Committee-were-trained-in-air-rifle-shooting


વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ભણતી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ ઉજાગર કરવાના ભાગરૂપે આજે માંજલપુર બરોડા રાયફલ ક્લબ અને સમિતિના સહયોગથી ત્રણ શાળાની વિદ્યાર્થીનીઓને એર રાયફલ શૂટિંગની તાલીમ આપવામાં આવી હતી.


માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સથી બરોડા રાયફલ ક્લબ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ ત્રણ શાળાની 100થી વધુ વિદ્યાર્થીનીઓ માટે સામાજિક કાર્યકર હિરેન મોદી દ્વારા આજે વિશેષ એર રાઇફલ ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનીઓને બરોડા રાયફલ ક્લબના કોચીસ દ્વારા થિયરીકલ અને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી. જે તાલીમમાં પ્રત્યેક વિદ્યાર્થીનીને 10 જેટલી એર પેલેટ્સ ફોડવાનો મોકો મળ્યો હતો. જે કદાચ અત્યાર સુધીની તેમની લાઇફમાં ક્યારે પણ આવો મોકો મળ્યો નહીં હોય તેવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.


Share :

Leave a Comments