સમા-સાવલી રોડ પરની મેટ્રો હોસ્પિટલના 35.71 લાખના બાકી વેરા મુદ્દે પાલિકા દ્વારા સીલ કરાઇ

બે કલાકમાં 100થી વધુ મિલકતો સીલ કરી, 50થી વધુના પાણી ડ્રેનેજ કનેક્શન કાપ્યા

MailVadodara.com - Metro-Mayo-Hospital-in-sama-savli-road-has-been-sealed-by-the-municipality-for-outstanding-tax-of-35-71-lakhs


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માર્ચ એન્ડને ધ્યાનમાં રાખી દર સોમવારે વેરા વસુલાત ઝુંબેશ કરવામાં આવી રહી છે ત્યારે આજે વડોદરાના સમા-સાવલી રોડ પરની મેટ્રો (જૂની મેયો હોસ્પિટલ) હોસ્પિટલના રૂપિયા 35.71 લાખની બાકી વેરાની રકમ માટે કોર્પોરેશનને હોસ્પિટલને સીલ માર્યું હતું. તે ઉપરાંત 100થી વધુ કોમર્શિયલ મિલકતને સીલ માર્યા હોવાનું જાણવા મું છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવક વેરાની છે તેનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ કરવા કોર્પોરેશન દ્વારા માર્ચ મહિનાની શરૂઆતથી જ વેરા વસુલાતની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન માસ સીલીંગની કામગીરી દર સોમવારે કરવામાં આવી રહી છે. 


મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી, ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરની સૂચનાથી વોર્ડ ઓફિસરો અને રેવન્યુ ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવી આજે સવારથી ફરી એકવાર માસ સીલીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 100થી વધુ કોમર્શિયલ મિલકતોને સવારે માત્ર બે કલાકમાં જ સીલ મારવામાં આવ્યા હતા. જ્યારે 50થી વધુ રહેણાંક મિલકતના પાણી ડ્રેનેજના કનેક્શન પણ કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 


આ દરમિયાનમાં સમા-સાવલી રોડ પર આવેલી મેટ્રો હોસ્પિટલના બાકી વેરા રૂપિયા 35.71 લાખની વસુલાત માટે આજે કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હતું અને હોસ્પિટલના બાકી વેરાની વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments