વડોદરા શહેર-જિલ્લામાં મેઘમહેર ઃ વહેલી સવારથી વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની એન્ટ્રી

લાંબા સમયથી ચોમાસાની રાહ જોઈ રહેલા ધરતી પુત્રોમાં ખુશીની લહેર

MailVadodara.com - Meghmeher-in-Vadodara-City-District-Entry-of-rain-with-lightning-from-early-morning

- સાવલીમાં 2 અને ડેસરમાં 3 ઇંચ, વડોદરામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

- વડોદરા શહેર સહિત જિલ્લામાં સાવલી, ડેસર, વાઘોડિયા, પાદરા, કરજણ સહિત આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ


વડોદરા શહેર અને જિલ્લામાં આજે મોડી રાતથી ચોમાસાની ઋતુનું આગમન થયું છે. વીજળીના કડાકા ધડાકા સાથે મુશળધાર વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠક પ્રસરી ગઇ હતી. મોડી રાતથી શરૂ થયેલા વરસાદના કારણે સવાર સુધીમાં વડોદરામાં 1 ઇંચ, સાવલીમા 2 અને ડેસર તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યાં હતાં. મેઘરાજાની પધરામણીથી ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા હતા.


છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ બાદ ગત મોડી રાત્રે મેઘરાજાએ પધરામણી કરી હતી. જેને પગલે આજે વહેલી સવારે મેઘરાજા પ્રચંડ ગાજવીજ સાથે આવી પહોંચેલી સવારીએ નિંદ્રાધીન લોકોને પધારીમાંથી ઉભા કરી દીધા હતા.  જેને પગલે વહેલી સવારે અખબાર વિતરકો, દૂધ કેન્દ્રના સંચાલકો અટવાઇ ગયા હતા. તે સાથે સવારે સ્કૂલ, કોલેજ તેમજ નોકરી ધંધાર્થે જનાર મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત છત્રી અને રેઇનકોટની જુગલબંધી જોવા મળી હતી.


વડોદરા શહેર સહિત જિલ્લામાં સાવલી, ડેસર, વાઘોડિયા, પાદરા, કરજણ સહિત આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતાની સાથે લાંબા સમયથી ચોમાસાની ઋતુની રાહ જોઈ રહેલા ધરતી પુત્રોમાં ખુશીની લહેર જોવા હતી અને ચોમાસાની ઋતુનો આજે પહેલો વરસાદ ખાબકતાની સાથેજ ધરતી પુત્રો ખેતીની કામગીરીનો આરંભ કર્યો હતો.

આજે વહેલી સવારે મેઘરાજાના તોફાની આગમનથી શહેરીજનો અને ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા હતા. વડોદરામાં સવારે 10 વાગ્યા સુધીમાં વરસેલા 1 ઇંચ વરસેલા વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. વડોદરા શહેરમાં ઠેરઠેર થયેલા ખોદકામને કારણે પાણી ભરાઈ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. જોકે, એક સપ્તાહના અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઇ હતી. જેના કારણે શહેરીજનોએ ઉકળાટથી રાહત અનુભવી હતી. આજે શહેરના આકાશ ઉપર વરસાદી વાદળો છવાયેલા રહયા હતા.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમીનો સામનો કરતા શહેરીજનોએ ગરમીથી રાહત મેળવી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યના મોટભાગના જિલ્લાઓમાં હળવેથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને વરસાદી માહોલના કારણે આગામી ત્રણથી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે.


સવારે 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા


તાલુકો
વરસાદ  (મીમીમાં)
તાલુકો
વરસાદ  (મીમીમાં)
વડોદરા
18
સાવલી
41
ડેસર
69
વાઘોડિયા
8
ડભોઇ
13
શિનોર
1
પાદરા
17
કરજણ
11

Share :

Leave a Comments