ફતેગંજમાં મોબાઇલ મૂકી બાથરૂમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર મૌલાનાની ધરપકડ

સયાજીગંજ પોલીસે આરોપી મૌલાના હારૂન પઠાણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

MailVadodara.com - Maulana-arrested-for-filming-woman-bathing-in-bathroom-with-mobile-phone-in-Fatehganj

- ફરિયાદી મહિલાએ ઘર પાસે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં મૌલાના દેખાયો હતો


વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બાથરૂમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર મૌલાનાને સયાજીગંજ પોલીસે પકડી પાડ્યો છે. સયાજીગંજ પોલીસે હારૂન પઠાણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી મહિલાએ આ મામલે જણાવ્યું હતું કે, મૌલાનાની થઇને આવી હરકત યોગ્ય નથી, એને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી મારી માંગણી છે.

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય મહિલા ઘરકામ કરે છે. જ્યારે તેમના પતિ ડ્રાઇવિંગનું કામ કરે છે. ગત શુક્રવારે મહિલા તથા તેમના સાસુ ઘરે હતા. ત્યારે બપોરના દોઢ વાગ્યાની આસપાસ મહિલા નાહવા માટે બાથરૂમમાં ગયા હતા. જ્યારે તેમના સાસુ ઘરે નમાજ અદા કરતા હતા. આ દરમિયાન મહિલાને બાથરૂમમાં અચાનક એક મોબાઇલ જણાયો હતો. મહિલાને કોઈ વ્યક્તિ તેમના બાથરૂમની જાળીમાંથી ફોન મારફતે વિડીયો ઉતારતો હોવાનો જણાયું હતું.


ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, હું ન્હાવા માટે બાથરૂમમાં ગઇ હતી અને મેં પાણી નાખ્યું, એ સમયે મારી ઉપર મેં કેમેરા જોયો હતો, એ મારો વીડિયો બનાવી રહ્યો હતો. જેથી મેં મારી સાસુને બુમ પાડી હતી કે, અહીં કોઈ છે. મોબાઇલ બાથરુમમાં નાંખ્યો છે. આ સમયે મારા સાસુ ત્યાં ગયા હતા. જેથી તે ભાગી ગયો હતો. એનું નામ હારુન છે અને તે મૌલાના છે. તે અમારી આગળ રહે છે. મેં આ વાત કરતા લોકો કહેતા હતા કે, હું જુઠ્ઠુ બોલુ છું. જેથી મેં કહ્યું હતું કે, હું મારી બદનામી શા માટે કરાવું. જેથી અમે અમારા ઘર પાસે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યાં હતા. જેમાં તે દેખાઈ ગયો હતો. મૌલાના થઇને આ પ્રકારની હરકત કરે એ યોગ્ય નથી. આને કડક સજા થવી જોઇએ.


વહુએ જાણ કર્યા બાદ સાસુએ ઘરની બહાર તપાસ કરતા કોઈ મળી આવ્યું ન હતું. મહિલાએ ઘરની બહાર લગાડેલા સીસીટીવી તપાસતા તેમાં મૌલાના હારૂન હાફીઝઅલી પઠાણ (રહે, કલ્યાણ નગર વુડાના મકાન) ત્યાં હોવાનું જણાયું હતું. જો કે હારુન ઘર પાછળથી ભાગી ગયો હતો. પરંતુ રાત્રે નવ વાગે બે જણા હારૂન પઠાણને લઈને મહિલાની માફી મગાવા લઈ આવ્યા હતા. ત્યારે મહિલાએ ફરિયાદ કરવાનું જણાવતા હારૂન જતો રહ્યો હતો. પોલીસે તપાસ કરતા મૌલાના હારૂન કલ્યાણનગરના મદરેસામાં અભ્યાસ કરે છે અને તે ધાર્મિક વિધી કરાવતો હતો. ત્યારે સયાજીગંજ પોલીસે આ મામલે તેની સામે ગુના નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિવિધ લોકોના નિવેદનો લઇને તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments