વડોદરામાં એટલાન્ટિક હાઇટ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી, કોઇ હાજર ન હોવાથી જાનહાનિ ટળી

આજે વહેલી સવારે 4.30 વાગે લાગેલી આગના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી

MailVadodara.com - Massive-fire-breaks-out-at-Atlantic-Heights-complex-in-Vadodara-no-one-was-injured

- ગેંડા સર્કલ પાસે આવેલ 12 માળના બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ બંધ હતી


વડોદરાના ગેંડા સર્કલ પાસે આવેલા 12 માળના એટલાન્ટિક હાઇટ કોમ્પ્લેક્સમાં આજે વહેલી સવારે આગ ફાટી નિકળી હતી. ઘટનાને પગલે વડીવાડી ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં કોઇ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.

આજે વહેલી સવારે 4.30 વાગ્યે લાગેલી આગના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેંડા સર્કલ પાસે આવેલ એટલાન્ટિક હાઇટમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં ટેરેસમાં આગ લાગી હતી. જેને પગલે સિક્યોરિટી ગાર્ડ્સ સહિત લોકો દોડી આવ્યા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વડીવાડી અને છાણી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. એટલાન્ટિક હાઇટ કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોવાથી રાત્રિના સમયે કોમ્પ્લેક્સમાં કોઇ હાજર નહોતુ. જેથી જાનહાનિ ટળી ગઈ હતી, જો દિવસે આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સાબિત થઈ હોત.


ઉલ્લેખનીય છે કે, ગેંડા સર્કલ પાસે આવેલ 12 માળના બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ બંધ હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે. આટલા મોટા બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ બંધ હોય તો મોટી દુર્ઘટના પણ થઈ શકે છે.

Share :

Leave a Comments