વડોદરા શહેરના કેટલાક પેટ્રોલ પંપના સંચાલકોએ રૂપિયા ૨૦૦૦ની નોટો લેવાનું આજથી જ બંધ કર્યું!

આરબીઆઇએ ૨૦૦૦ની નોટો બંધ કરવાની કરેલી જાહેરાતની મુદ્દત કાલે પૂર્ણ થાય છે

MailVadodara.com - Managers-of-some-petrol-pumps-in-Vadodara-city-have-stopped-accepting-Rs-2000-notes-from-today

- પેટ્રોલ પંપના સંચાલકોએ કહ્યું, આવતીકાલે ચલણી નોટો બદલવાનો છેલ્લો દિવસ છે અને શનિવાર છે, બેંકોમાં ભારે ભીડ થવાની શક્યતા છે


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂપિયા 2000ની ચલણી નોટો બંધ કરવાની અગાઉ જાહેરાત કરી હતી અને આવી નોટો બદલવાની છેલ્લી તારીખ તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ જાહેર કરવામાં આવી હતી. જેને પગલે આવતીકાલે રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટો બેંકો દ્વારા બદલવાનો છેલ્લો દિવસ છે. જોકે શહેરના કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા રૂપિયા ૨૦૦૦ની નોટો આજથી જ લેવાનું બંધ કરી દીધું છે. આવતીકાલે છેલ્લા દિવસે તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં નોટો બદલવા બાબતે લાઈનો લાગવાની શક્યતા નકારી શકાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ચલણમાં રૂપિયા ૨૦૦૦ની નોટો ખાસ ચલણમાં ન હતી. પરિણામે ભારતીય ચલણમાંથી રૂપિયા ૨૦૦૦ની નોટો ધીમે ધીમે પાછી ખેંચી લેવાતી હતી.


જ્યારે બીજી બાજુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા થોડા સમય અગાઉ રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટો ભારતીય ચલણમાંથી પાછી ખેંચવા માટે જાહેરાત કરી હતી અને આ અંગે આરબીઆઈ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને જાહેર જનતા માટે અને વેપારીઓ માટે સહિત સૌ કોઈ માટે રૂપિયા ૨૦૦૦ ની ચલણી નોટો બદલવા માટે તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ આખરી મુદત આપવામાં આવી હતી. જોકે રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટો પેટ્રોલ પંપ દ્વારા સ્વીકારવામાં આવતી હતી પરંતુ જ્યારે રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પાછી ખેંચવાની જાહેરાત થઈ કે તે જ દિવસથી વેપારીઓએ આવી ચલણી નોટો નહીં સ્વીકારવા બાબતે પોતપોતાની દુકાનોમાં બોર્ડ પણ લગાવી દીધા હતા. 

પરંતુ હવે જ્યારે રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટો પરત ખેંચવાની મુદત આવતીકાલે પૂરી થાય છે ત્યારે શહેરના કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ આજથી જ રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટો સ્વીકારવાનું બંધ કરી દીધું છે. આ અંગે પૂછપરછ કરવાથી તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે નોટો બદલવાનો છેલ્લો દિવસ છે અને શનિવાર છે, કામકાજનો પણ બેંકમાં આવી નોટો બદલવા માટેનો છેલ્લો દિવસ હોવાના કારણે બેંકોમાં પણ નોટો બદલવા માટે ભારે ભીડ થવાની શક્યતા નકારી શકાતી નથી.


Share :

Leave a Comments